Gujarati News

Gujarati News

News of Friday, 30th November 2018

ડિવેરા ટેસ્ટ ટયુબ બેબી કલબનો રાજકોટમાં પ્રારંભ

ખોડલ ધામ ટ્રસ્ટના ચેરમેન નરેશભાઈ પટેલ દ્વારા વર્ચ્ચુઅલ ઉદ્ઘાટન, કલબ થકી ડોકટર અને ટેસ્ટ ટયુબ બેબી કલબના સભ્યોના સબંધ પારિવારિક બનશે * દેશમાં વંધ્યત્વ ૨૫ ટકાના દરે વધી રહયુ છે, વિજ્ઞાન માટે પણ આ પડકાર છેઃ ડો.ભાવિન કમાણી * ડિવેરા ટેસ્ટ ટયુબ બેબી કલબના માધ્યમથી સભ્યોના જીવનમાં આનંદ- કિલ્લોલ કરીશુઃ ડો.ઋચા જોશી *પત્રકાર પરીષદ

રાજકોટ : જાણીતા તબીબ ડો. ભાવિન કમાણી અને ડો.ઋચા જોષી દ્વારા સૌપ્રથમવાર રાજકોટમાં ડીવેરા ટેસ્ટ ટ્યુબ બેબી કલબનો શુભારંભ થયો છે. પત્રકાર પરિષદમાં ડો.ભાવિન કમાણી, ડો.ઋચા જોષી, જાણીતા અગ્રણી અર્જુનભાઈ શીંગાળા નજરે પડે છે. નીચે કલબના સભ્યો,ે વાલી અને બાળકો નજરે પડે છે. (તસ્વીરઃ અશોક બગથરીયા)

રાજકોટ,તા.૩૦: તબીબી વિજ્ઞાન આજે માનવજીવન માટે એક આશિર્વાદરૂપ બની રહ્યુ છે. વંધ્યત્વ ક્ષેત્રે તબીબોએ આધુનીક શાખા પધ્ધતિથી અનેક દંપતિઓને સંતાનોથી આંનદ, કિલ્લોલ કરતા કર્યા છે. ત્યારે રાજકોટમાં ડિવેરા ટેસ્ટ ટયુબ બેબી કલબનો પ્રારંભ થયો છે.

અનેક બાબતોની પહેલ કરનાર રાજકોટમા દેશની સૌ પ્રથમ ડિવેરા ટેસ્ટ ટયુબ બેબી કલબનો પ્રારંભ ખોડલ ધામ ટ્રસ્ટના ચેરમેન નરેશભાઈ પટેલના વિડીયો સંદેશથી કરવામાં આવ્યો હતો. કલબના ઉદ્ઘાટન પ્રસંગે નરેશભાઈ પટેલે વિડીયો સંદેશમાં જણાવ્યુ હતું કે વિજ્ઞાનના માધ્યમથી આ કલબ થકી ટેસ્ટ ટ્યુબ બેબી કલબના સભ્ય પરિવારો અને ડોકટર વચ્ચેના સંબંધ પારિવારીક બનશે. પત્રકાર પરિષદમાં ડિવેરા આઈવીએફ કલીનીકના ડો.ભાવિન કમાણી અને ડો.ઋચા જોશીએ જણાવ્યુ હતું કે આ કલબના માધ્યમથી અમે ટેસ્ટ ટયુબ બેબી કલબના સભ્ય પરિવારો સાથે કાયમી વિશિષ્ટ પારિવારીક સંબંધોથી જોડાઈ જશુ. તેમનું લાગણી વિશ્વ નિકટથી સમજી શકીશુ. તેમણે જણાવ્યુ હતું કે દેશમાં વંધ્યત્વની સમસ્યા ૨૫ ટકાના દરે વધી રહી છે. નિઃ સંતાન દંપતિના જીવનમાં અસહય સંતાપ હોય છે. જે તબીબી વિજ્ઞાન એટલે કે ટેસ્ટ ટયુબ બેબીથી દૂર થઈ શકે છે. આ કલબના સભ્યોનો તંદુરસ્ત અભિગમ અનેક નિઃસંતાન દંપતિઓના જીવનમાં પણ સકારાત્મક અભિગમ ઉભો કરશે.

મુખ્ય મહેમાન અર્જુનભાઈ શીંગાળાએ ડિવેરા ટેસ્ટ ટયુબ બેબી કલબના પ્રયાસને આવકારતાં જણાવ્યુ હતું કે આજના યુગમાં ડોકટર અને દર્દીના સંબંધ વ્યવસાયી થઈ ગયા છે ત્યારે ડો.કમાણી અને ડો.ઋચા જોશીએ આવકારદાયક પહેલ કરી છે. ડો.ભાવિન કમાણી અને ડો.ઋચા જોશીની આ પહેલ અનેક પરિવારને ખુબ ખુશી આપે તેવી શુભેચ્છા પાઠવી હતી.

ડો.ભાવિન કમાણીએ પત્રકાર પરીષદમાં જણાવ્યુ હતું કે હું છેલ્લા છ  વર્ષથી આ ક્ષેત્રમાં પ્રેકટિસ કરૂ છુ. અત્યાર સુધીમાં ત્રણ હજારથી વધારે દંપતિઓને વંધ્યત્વની સારવાર કરી મહતમ સફળતા મળી છે. આ પરિવારો સાથેનો અમારો નાતો કાયમી જળવાઈ રહે એ હેતુથી ડિવેરા ટેસ્ટ ટયુબ બેબી કલબની સ્થાપના કરવાનો વિચાર  આવ્યો છે.

ડો.ઋચા જોશીએ જણાવ્યુ હતું કે ડિવેરા કલબનો વિચાર જ્યારે સૌ પ્રથમ ટેસ્ટ ટયુબ બેબી દંપતિ પાસે મૂકવામાં આવ્યો ત્યારે અમોને ખચકાટ હતો કે આ જાહેરમાં કેેટલા દંપતિ આવશે. પરંતુ અમારા આશ્ચર્ય વચ્ચે લગભગ તમામ દંપતિએ સહર્ષ સ્વીકાર્યો. જેમાંથી આજે ૩૫ જેટલા દંપતિ  સમક્ષ અહીં હાજર છે. વેંકટેશ નામના એક બેબીના પિતાએ તો ડોકટર પ્રત્યેનો તેનો ભાવ વ્યકત કરતાં જણાવ્યુ હતું કે ડોકટર કહે તો હું કોઈ પણ જગ્યાએ હાજર થવા તૈયાર છું. આ વિચાર સાથે ડિવેરા ટેસ્ટટયુબ બેબી દેશભરની સૌ પ્રથમ ટેસ્ટ ટયુબ બેબી કલબ બની રહેશે.

આ કલબમાં મુખ્યત્વે ડોકટર અને ટેસ્ટ ટયુબ બેબી કલબના તમામ સભ્યો એક મેકના સંપર્કમાં રહેશે. સામુહિક રીતે મળી અને એક મેકની દુનિયા સમજીએ તે છે. ટેસ્ટ ટયુબ બેબી કલબના માધ્યમથી શરૂઆતમાં બે ત્રણ મહિને હળવા સંગીત કાર્યક્રમ અને ગેટ ટુ ગેધરનુ આયોજન કર્યું છે. આ ઉપરાંત દરેક ટેસ્ટ ટયુબ બેબીને જન્મ દિવસ ઉજવવો શાળા પ્રવેશ દિવસ ઉજવવો વગેરે વિશિષ્ટ કાર્યક્રમ કરીશુ. બાળકોના વિના મૂલ્યે હેલ્થ ચેક અપ કેમ્પ વગેરે આરોગ્ય વિષયક પ્રવૃતિ પણ કરીશુ. મુખ્ય હેતુ આ પરિવારના સભ્યો સકારાત્મક અભિગમ સાથે આનંદ કિલ્લોલ કરે અને અન્ય નિઃસંતાન દંપતિ માટે પણ પ્રેરણારૂપ બની રહે તે છે.

ડિવેરા આઈવીએફ ટેસ્ટ ટયુબ બેબી કલીનીક વિષેઃ ડિવેરા આઈવીએફ ટેસ્ટ ટયુબ બેબી કલીનીકએ વિશ્વના શ્રેષ્ઠ અતિ આધુનિક ઉપકરણોથી સજજ સૌરાષ્ટ્રની સૌ પ્રથમ મોડયુલર લેબ છે. ડિવેરા આઈવીએફ કલીનીકને તાજેતરમાં જ મહતમ સફળતાના દર અને વંધ્યત્વની સારવાર માટે કેન્દ્રીય મંત્રી પુરૂષોતમ રૂપાલાના હસ્તે સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છનો ઉત્કૃષ્ટતાનો એવોર્ડ એનાયત થયો છે.

ડો.ભાવિન કમાણી વિષેઃ ડો.ભાવિન કમાણી એડવાન્સ લેપ્રોસ્કોપી સર્જન અને ગાયનેકોલોજીસ્ટ છે. જેમની સ્પેશિયલ ટ્રેનિગ વંધ્યત્વ અને ટેસ્ટ ટયુબ બેબી સારવાર પધ્ધતિમાં થયેલ છે. તેઓ ગુજરાત અને મહારાષ્ટ્રની પ્રતિષ્ઠિત સંસ્થાઓમાંથી ગાયનેકોલોજીસ્ટની ડીગ્રી ધરાવે છે. જેમણે પીસીઓડી નામના રોગની ખાસ તાલીમ યુએસ અને યુકે જેવા દેશોમાં લીધી છે.

ડો.ઋચા જોશીઃ   એડવાન્સ કલીનીકલ એમ્બ્રીયોલોજીસ્ટ અને જીનેટીક કાઉન્સીલર છે. જેમની ખાસ તાલીમ જેમ કે, આઈસીએસઆઈને પ્રિ- ઈમ્પ્લાન્ટેશન જીનેટીક ડાયગ્નોસીસના ક્ષેત્રમાં રાજીવ ગાંધી સેન્ટર ફોર બાયોલોજી કેરાલા, કલીવ લેન્ડ કલીનીક યુએસએમાં થઈ છે. તેઓની પુરૂષ વંધ્યત્વ નિવારણ ક્ષેત્રમાં સંશોધન કર્યું છે. જેમને માતબર મેડિકલ કોલેજે સન્માન કર્યું છે. આ પત્રકાર પરિષદનું સંચાલન સન એડના સોનુ જોશીએ કર્યુ હતુ.

(3:46 pm IST)