Gujarati News

Gujarati News

News of Friday, 30th October 2020

ચૂંટણી વિષયક સાહિત્યના મુદ્રણ માટે રાજકોટ જિલ્લાના ત્રણ ગામો પુરતુ જાહેરનામું

૬૧-લીંબડી વિધાનસભા પેટા ચૂંટણી-અંતર્ગત

રાજકોટ : ૬૧-લીંબડી વિધાનસભાપેટાચૂંટણી-૨૦૨૦ અન્વયે તા. ૩ નવેમ્બરના રોજ મતદાન યોજાનાર છે. આ ચૂંટણીને અનુસંધાને ચૂંટણી પંચ દ્વારા ચૂંટણી સાહિત્યના મુદ્રણ માટે અમલમાં મૂકવામાં આવેલ આદશ ર્આચાર સંહિતા અન્વયે રાજકોટ જિલ્લા કલેકટર  રૈમ્યા મોહને કરેલા આદેશો મુજબ રાજકોટ જિલ્લાના વિંછીયા તાલુકાના નાના માત્રા, ગોરૈયા અને સમઢીયાળા ગામના સમગ્ર વિસ્તારમાં કોઇપણ પ્રિન્ટિંગ પ્રેસમાં છાપકામ માટે આવતી પત્રિકા, પોસ્ટર વિગેરેમાં પ્રિન્ટિંગ પ્રેસનું પૂરૂ નામ અને સરનામુ, મોબાઇલ નંબર અચૂક છાપવાના રહેશે. આવુ ંસાહિત્ય છપાવવા માટ ેઆવનાર વ્યકિતએ અન્ય બે વ્યકિતની ઓળખ આપીને છાપકામ કરાવવાનું રહેશે.

આવા છાપકામ ની તેમજ એકરાર પત્રની બેનકલોમેજીસ્ટ્રેટ અને સબંધિત ચૂંટણી અધિકારીને મોકલવાની રહેશે. ચુંટણી પ્રક્રિયા પૂર્ણ થતાં સુધી અમલમાં રહેનારા આ હુકમના ભંગબદલ શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે. આ હુકમ રાજકોટ જિલ્લાના વિંછીયા તાલુકાના નાના માત્રા, ગોરૈયા અને સમઢીયાળા ગામના સમગ્ર વિસ્તારને લાગુ પડશે.

(2:44 pm IST)