Gujarati News

Gujarati News

News of Wednesday, 30th October 2019

ટુવ્હીલરની ડેકી તોડી ૯૮ હજારની ચોરીઃ સર્વેશ્વર ચોકમાં બનાવઃ ૪ શકમંદ કેમેરામાં દેખાયા

રાજકોટ તા. ૩૧: મવડી પ્લોટ ગિરનાર સોસાયટી-૫માં રહેતાં અને કન્ટ્રકશન કંપનીમાં નોકરી કરતાં કુલદિપસિંહ ખેંગુભા જાડેજા (ઉ.વ.૨૦)એ યાજ્ઞિક રોડ સર્વેશ્વર ચોકમાં પાર્ક કરેલા કંપનીના ટુવ્હીલરની ડેકી તોડી રૂ. ૯૮ હજારની રોકડ ચોરી લેવામાં આવતાં એ-ડિવીઝનમાં ફરિયાદ કરી છે. સીસીટીવી કેમેરામાં ચાર શખ્સો જોવા મળ્યા હોઇ તેના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે. કુલદિપસિંહને આ પૈસા તેમના શેઠે બેંકમાં જમા કરાવવા માટે આપ્યા હતાં. બેંકે ગયા પહેલા વકિલ પાસે કામ હોઇ અમુક મિનીટ માટે વાહન પાર્ક કરી વકિલ પાસે ગયા હતાં. પરત આવ્યા બાદ બેંકે પહોંચ્યા પછી ડેકી ખોલી જોતાં રૂપિયાની થેલી ગાયબ જણાઇ હતી. સીસીટીવી કેમેરા ચેક કરતાં ચોરી થયાની ખબર પડી હતી.

(1:17 pm IST)