Gujarati News

Gujarati News

News of Wednesday, 30th October 2019

રાજકોટ રૂરલના એએસઆઇ ભૂપતસિંહ રાણા ગૂમ થયા

મવડી હેડકવાર્ટરના નિવાસ સ્થાનેથી નીકળી ગયાઃ જોવા મળે તો જાણ કરો

રાજકોટ તા. ૩૧: રાજકોટ રૂરલ પોલીસમાં એએસઆઇ તરીકે ફરજ બજાવતાં અને મવડી પોલીસ હેડકવાર્ટરમાં રહેતાં ભૂપતસિંહ વેરૂભા રાણા (ઉ.વ.૫૫) ૨૯મીએ ભાઇ બીજની સવારે દસેક વાગ્યે ઘરેથી નીકળ્યા બાદ ગુમ થઇ જતાં પરિવારજનોમાં ચિંતા ફેલાઇ ગઇ છે. સ્વજનોએ ઠેર-ઠેર શોધખોળ કરવા છતાં તેમનો પત્તો ન મળતાં સોશિયલ મિડીયામાં તસ્વીર સાથે માહિતી વહેતી કરવામાં આવી છે.

ભૂપતસિંહ રાણાને એક હાથ અને એક પગમાં પેરેલિસીસને કારણે થોડી તકલીફ છે. તેમજ બોલવામાં પણ થોડી તકલીફ પડે છે.  તસ્વીરમાં દેખાતા ભૂપતસિંહ કોઇને જોવા મળે તો મો. ૯૯૭૯૦ ૦૦૦૧૧ (પ્રતાપસિંહ રાણા) અથવા ૯૯૨૫૧ ૪૨૮૨૮ (ગિરીરાજસિંહ રાણા)ને જાણ કરવા જણાવાયું છે.

(1:16 pm IST)