Gujarati News

Gujarati News

News of Wednesday, 30th October 2019

તબીબે ચાલવાની ના પાડતા સગર્ભાએ અધ્યક્ષની મંજુરીથી સુતા સુતા પરીક્ષા આપી: યુનિવર્સીટીએ ગેરહાજર બતાવ્યા

અંગ્રેજી ભવનમાં સ્ત્રીવાદ વિષય પર પીએચડી કરનારી સગર્ભાએ બે પેપર બે દિવસમાં 40-40 મિનિટમાં પૂર્ણ કર્યા

રાજકોટ : ગર્ભવસ્થા દરમિયાન ગાયનેકલોજીસ્ટ ચાલવાની ના પાડતા આ સગર્ભાએ સુતા સુતા પરીક્ષા આપી પરંતુ યુનિવર્સીટીએ તેણીએ ગેરહાજર બતાવ્યા હતા જોકે મામલે ડો,કમલ મહેતાને અરજી કરતા તેમણે ભૂલ સુધારવા આશ્વાસન આપ્યું છે

 આ સગર્ભા યોગીની કેલૈયાના પતિ જીગ્નેશ ચાવડા મુજબ મારી પત્નીને સાત મહિનાનો ગર્ભ હતો, બાળક નીચે ઉતરી ગયું હતું,ડોક્ટરે ચાલવા માટે ના પાડી હતી છતાં પણ પીએચડીની પરીક્ષા આપી હતી. અંગ્રેજી ભવનના અધ્યક્ષ અને શિક્ષકોએ તેમને ગેરહાજર બતાવ્યા હતા તેમ  સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના અંગ્રેજી ભવનમાં પીએચડીનો કોર્સ કર્યા બાદ પરીક્ષા આપનારી યોગીની કેલૈયાના પતિ જીગ્નેશ ચાવડાએ જણાવ્યું હતું

  જીગ્નેશ ચાવડાએ જણાવ્યું હતું, અંગ્રેજી ભવનમાં સ્ત્રીવાદ વિષય પર પીએચડી કરનારી મારી પત્નીને ગાયનેકોલીજીસ્ટે આરામ કરવાની સલાહ આપી હતી. ત્યારબાદ અંગ્રેજી ભવનમાં પરીક્ષા હોવાથી યોગિનીએ અધ્યક્ષની મંજૂરી લઈને સૂતા સૂતા પરીક્ષા આપી હતી. તેને બે પેપર બે દિવસમાં 40-40 મિનિટમાં પૂર્ણ કર્યા હતા. આ મામલે ડો. કમલ મહેતાને અરજી કરવા પર તેમણે ભૂલ સુધારવા માટે જણાવ્યું હતું અને આશ્વાસન પાઠવ્યું હતું.

(9:48 pm IST)