Gujarati News

Gujarati News

News of Wednesday, 30th September 2020

'યે વિવિધ ભારતી હૈ....': પ્રસારણની સુરીલી સફરને કાલે ૬૪ વર્ષ પૂર્ણ

રેડિયો પર એક જમાનામાં રેડિયો સિલોન તથા 'બિનાકા' ગીતમાલાની લોકપ્રિયતા જબરી હતી. આજે તેટલી જ કે તેનાથી અધિક લોકપ્રિયતા છે વિવિધ ભારતીની વિવિધ ભારતીમાં સુરોની ધડકન સમાયેલી છે. જે હવે કયાંય પણ કયારેય પણ સાંભળી શકાય છે. એફએમબેન્ડ ૧૦૨.૦૪ MH સાંભળી શકાય છે. મોબાઇલમાં પણ સાંભળવા મળે છે. NEWS ON AIR એપ પર પણ તેને સાંભળવાનો લ્હાવો મળે છે.

 વિવિધ ભારતીના કાર્યક્રમોનો આરંભ ૩જી ઓકટોબર ૧૯૫૬ના રોજ થયો હતો જેને આજે ૬૪ વર્ષ પૂર્ણ થાય છે. કુદરતી આપત્ત્િ।ના સમયમાં પણ તેની પ્રસારણ યાત્રા અવિરત ચાલુ રહે છે. આબાલવૃદ્ઘ દરેકને વિવિધ ભારતી પસંદ છે. દરેકની પસંદગીનો ખ્યાલ તેમાં દરેક કાર્યક્રમમાં રાખવામાં આવે છે. શ્રોતાઓની પસંદને  પ્રાધાન્ય અપાય છે તથા પત્ર મિત્રોના જવાબ પણ આપવામાં આવે છે. વિવિધ ભારતીના ઉધ્ઘોષકોની રજૂઆત તથા અવાજ સુંદર હોય છે બેે કાર્યક્રમોની વચ્ચે સમય હોય તો  સુંદર 'ફિલર' પણ મૂકવામાં આવે છે જે પણ સાંભળવા જેવા હોય છે.૧૯૭૨થી  ફૌજીભાઇઓ માટે 'જય માલા' કાર્યક્રમ રજુ થાય છે તેમાં દર શનિવારે ફિલ્મી કલાકારોને વિશેષ રજૂઆત સાંભળવા જેવી હોય છે.

વિવિધ ભારતીના સંગ્રહાલયમાંથી જુના રેકોર્ડિંગ (ધ્વની મુદ્રણ) પણ રજૂ થતા રહે છે. ફિલ્મી સંગીત, (જુના નવા ગીતો), શાસ્ત્રીય સંગીત, ભકિત સંગીત, નાટક, પહસન, મુલાકાતો, ફોન ઈન કાર્યક્રમ, એસએમએસ કાર્યક્રમ, છાયાગીત, સખી સહેલી ખૂબ જ લોકપ્રિય છે. આ ઉપરાંત છાયાગીત, આજકે ફનકાર, સેલ્યુલોઇડ કે સિતારે, ત્રિવેણી, શામ સીંદુરી સંગીત, સરિતા ઉત્યાદી કાર્યક્રમો માણવા જેવા હોય છે. ખૂબ જ મોટો શ્રોતાવર્ગ વિવિધભારતી સાંભળે છે અને મનોરંજન મેળવે છે.

ભરત અંજારીયા

રાજકોટ,

મો.૯૪૨૩૪ ૧૭૮૫૪

વિવિધ ભારતીએ સોશિયલ મીડિયા સાથે તાલ મિલાવે છે. હવે દિલ્હીથી દરરોજ રાત્રે ૧૦-૧૦ થી ૧૧ સુધી 'ગોલ્ડન અવર્સ' નામનો સુંદર કાર્યક્રમ રજુ થાય છે. ત્યારબાદ રાત્રે ૧૧ થી સવારે ૬ સુધી વિવિધ ભારતી ની પ્રસારણ યાત્રા ચાલુ રહે છે વિવિધભારતી શ્રોતાઓ માટે એક અનમોલ અને અન્ય ભેટ છે 'પ્રસાર ભારતી'ની સરકારી સંસ્થાના નેજા હેઠળ વિવિધ ભારતી ચાલે છે વિવિધ ભારતીના જન્મદિને શુભેચ્છા અભિનંદન

(2:45 pm IST)