Gujarati News

Gujarati News

News of Wednesday, 30th September 2020

નાકરાવાડી પાસે યુટીલીટીમાં કતલખાને લઇ જતા ૧ર પાડાનો જીવ બચાવતી કુવાડવા પોલીસ

વાંકાનેરના રીઝવાન માંડલીયાની ધરપકડઃ પશુઓને વાંકાનેરથી રાજકોટ લવાતા હતા

રાજકોટ, તા.૩૦ : નાકરાવાડી ધમલપર રોડ કુવાડવા પોલીસે બાતમીના આધારે યુટીલીટીમાં ક્રુતા પૂર્વક બાંધી ૧ર પાડાને કતલખાને ધકેલતા વાંકાનેરના રીઝવાન કાસમભાઇ માંડલીયાને પકડી લીધો હતો.

મળતી વિગત મુજબ કુવાડવા રોડ પોલીસ મથકના પી.આઇ. એમ.સી. વાળાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ જે.કે. પાંડાવદરા તથા એએસઆઇ નીરવભાઇ વાણીયા, હેડ કોન્સ. હિતેશભાઇ ગઢવી, કમલેશભાઇ ગઢવી, રોહીતદાન ગઢવી, મેહુલભાઇ, હરેશભાઇ તથા સંઝયભાઇ રાઠોડ સહિત પેટ્રોલીંગમાં હતાં ત્યારે કોન્સ. કમલેશભાઇ ગઢવી રોહિતદાન ગઢવી અને મેહુલભાઇને મળેલી બાતમીના આધારે નાકરાવાડી ધમલપર રોડ પરથી પસાર થતી જીજે-૧૦-ડબ્લ્યુ-૩૦૪ર નંબરની યુટીલીટીને રોકી તલાશી લેતા પાણી કે ઘાસચારા વગર ૧ર પાડા દોરડાથી ખીચોખીચ બાંધેલી હાલતમાં જોતા પોલીસે વાંકાનેર રપ વારીયામાં સુરાભાઇ (મકાનમાં ભાડે)ને પકડી લીધો હતો. અને યુટીલીટીમાંથી ૧ર પશુને મુકત કરાવ્યા હતાં. પૂછપરછમાં રિઝવાન વાંકાનેરથી પાડા લઇને રાજકોટ કતલખાને લઇ જતો હોવાનું જાણવા મળ્યું છે.

(11:32 am IST)