Gujarati News

Gujarati News

News of Monday, 30th September 2019

નવરાત્રીમાં રાશિ અનુસાર''મા''ના કયા રૂપની આરાધના કરવી જોઇએ ? મંત્રો સાથે સમજણ

 દુર્ગાનાં પાવન પર્વ શારદીય  નવરાત્રિનો પ્રારંભ થઇ ગયો છે. સંસારની ઉત્પતિના સમયથી જન્મ-મૃત્યુ,  જરા-વ્યાધિ, લાભ-હાનિનુ ચક્ર ચાલ્યા કરે છે. મનુષ્ય આપત્ત્િ।-વિપદા સમયે પોતાના ઇષ્ટદેવ, કુળદેવતા , ગુરુ અથવા પોતાના પિતૃદેવતાના શરણે જાય છે.

ત્રિપુર સુંદરી, રાજરાજેશ્વરી, મમતામયી મા દુર્ગાદેવી, કે જેમના નવ  રૂપથી વધુ અનેક રૂપ છે.   એ દરેક રૂપમાંથી કોઇપણ રૂપનાં શરણે જઇને ભકત માની આરાધના કરે છે, તો મા પોતાના ભકતને શરણે લઇ  અવશ્ય તેનાં દુઃખ દૂર કરે છે.આથી ભકતોએ માના શરણે જઇને તેમની આરાધના કરવી  જોઇએ. 

નવરાત્રીમાં રાશિ અનુસાર માના કયા રૂપની આરાધના કરવી જોઇએ તે જાણીએ.

૧. મેષ રાશિવાળા જાતકે 'મા મંગલાદેવી'ની આરાધના કરવી જોઇએ.

 મંત્ર : 'ઓમ મંગલા દેવી નમઃ'નો જાપ   કરવો.

૨ વૃષભ રાશિવાળા જાતકે 'મા કા  ત્યાયની'ની આરાધના કરવી જોઇએ.

મંત્ર  'ઓમ કાત્યાયની નમઃ'નો જાપ  કરવો.

 ૩ મિથુન રાશિવાળા જાતકે 'મા દુર્ગાં'ની આરાધના કરવી જોઇએ. 

મંત્રઃ  ઓમ દુર્ગાયે નમઃ'નો જાપ કરવો.

 ૪ કર્ક રાશિવાળા જાતકે ' મા શિવાધાત્રી'ની આરાધના કરવી જોઇએ.

 મંત્રઃ ઓમ શિવાય નમઃ'નો જાપ કરવો.

૫ સિંહ રાશિવાળા જાતકે 'મા ભદ્રકાળી'ની આરાધના કરવી જોઇએ.

મંત્ર : ઓમ કાલરૂપિન્યે નમઃ'નો જાપ કરવો.

૬  કન્યા રાશિવાળા જાતકે 'મા જયંતી'ની આરાધના કરવી જોઇએ.

મંત્ર : 'ઓમ અમ્બે નમઃ' અથવા 'ઓમ જગદંબે નમઃ'નો જાપ કરવો.

 ૭  તુલા રાશિવાળા જાતકે માના 'ક્ષમા રૂપ'ની આરાધના કરવી જોઇએ.

મંત્રઃ 'ઓમ  દુર્ગાદેવ્યૈે નમઃ'નો જાપ કરવો.

 ૮.  વૃશ્ચિક રાશિવાળા જાતકે 'મા  અમ્બે'ની આરાધના કરવી જોઇએ.

મંત્ર :  'ઓમ અમ્બિકે નમઃ'નો જાપ કરવા.

૯ ધન રાશિવાળા જાતકે 'મા દુર્ગાં'ની આરાધના કરવી જોઇએ. 

મંત્ર : 'ઓમ  દુ દુર્ગાયે નમઃ'નો જાપ કરવો.

૧૦ મકર રાશિવાળા જાતકે માના 'શકિત રૂપ'ની આરાધના કરવી જોઇએ.

મંત્ર : 'ઓમ દૈત્ય-મર્દિની નમઃ'નો જાપ કરવો.

૧૧. કુંભ રાશિવાળા જાતકે 'મા ચામુંડા'ની આરાધના કરવી જોઇએ.

મંત્ર : 'ઓમ ચામુંડાયે નમઃ'નો જાપ કરવો.

૧૨. મીન રાશિવાળા જાતકે 'મા તુલજા'ની આરાધના કરવી જોઇએ. મંત્રઃ 'ઓમ તુલજા દેૈવ્યે નમઃ'નો જાપ કરવો.

 આ સરળ જાપથી જે ભકત મા ભગવતીની આરાધના કરે છે, મા તે ભકતની દરેક મનોકામના પૂર્ણ કરે છે. નવરાત્રિનું આ પર્વ ર૯ સપ્ટેમ્બરથી શરૂ થઇ ૭ ઓકટોબર-૨૦૧૯ સુધી રહેશે.

 (- પં. સુરેન્દ્ર બિલ્લોરેના અહેવાલના આધારે )

(4:06 pm IST)