Gujarati News

Gujarati News

News of Monday, 30th September 2019

નકલંક રામદેવ સેવા ટ્રસ્ટ દ્વારા ડિસેમ્બરમાં સર્વજ્ઞાતિય સમુહલગ્નઃ નામ નોંધણી

રાજકોટ,તા.૩૦: નકલંક રામદેવ સેવા ટ્રસ્ટ દ્વારા અહીંના સંત કબીર રોડ ઉપર ગોવિંદબાગ શાકમાર્કેટની બાજુમાં આવેલ નકલંક રામદેવ આશ્રમ ખાતે આગામી તા.૫ ડીસેમ્બરના ૧૧માં સર્વજ્ઞાતિય સમુહલગ્નનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં ૧૪ યુગલો પ્રભુતામાં પગલા પાડશે.

કરીયાવરમાં દિકરીઓને ઢગલાબંધ વસ્તુઓ આપવામાં આવશે. દિકરા- દિકરીઓના વાલીઓએ નામ નોંધાવવા મો.૯૮૨૫૬ ૭૦૭૮૧, ૯૮૨૪૩ ૭૦૭૮૧ ઉપર અથવા ઉપરોકત સ્થળે સંપર્ક કરવા જણાવાયું છે. નકલંક આશ્રમ દ્વારા દર વર્ષે સર્વજ્ઞાતિય  સમુહલગ્નનું આયોજન થાય છે. તેમજ અનાથ તથા રખડતી ભટકતી ગાયોને ઘાસચારો તથા માંદી ગાયોના ઓપરેશન કેમ્પ તથા જરૂરીયાતમંદ માણસોને દવા તેમજ વેદકીય સારવાર આપવામાં આવે છે. તેમજ મહાશિવરાત્રીના  મેળામાં રાવટી કરવામાં આવે છે. રવીદાસબાપુ, ચીમનભાઈ દેવરામભાઈ ભોગાયતા રાંદલ કૃપા, ધૂન મંડળ કાનાભગત મુઠાળા પટેલ, મીલનભાઈ દરજી અને પંકજભાઈ ચીમનભાઈ દરજી ભોગાયતા વગેરે કાર્યરત છે.

(4:03 pm IST)