Gujarati News

Gujarati News

News of Monday, 30th September 2019

સીસીટીવી કેમેરાના વેપારીઓને છેતરી લેતો પુરૂષાર્થ સોસાયટીનો અમિત ભાલાળા ઝડપાયો

વેપારીઓને ઓનલાઇન પોર્ટલ પર ખોટા નામથી માહિતી મોકલી કેમેરાના ઓર્ડર આપી સામા કાંઠે બોલાવતોઃ પૈસા સાંજે મળી જશે...તેવો વિશ્વાસ આપી ઠગાઇ કરતોઃ બે કિસ્સા સામે આવ્યાઃ બી-ડિવીઝન પોલીસે ૧૯ વર્ષના પટેલ શખ્સને સકંજામાં લીધો

રાજકોટ તા. ૩૦: શહેરના સીસીટીવી કેમેરાના ધંધાર્થીઓને ઓનલાઇન ઇન્ડિયા પોર્ટલમાંથી પોતાની માહિતી મોકલી સીસીટીવી કેમેરા ખરીદવાના બહાને ઓર્ડર આપી છેતરપીંડીથી કેમેરા લઇ જતાં શખ્સનો પર્દાફાશ થયો છે. બી-ડિવીઝન પોલીસે હરિ ધવા માર્ટ પર રહેતાં અને કેમેરા ફિટીંગનું કામ કરતાં ૧૯ વર્ષના પટેલ શખ્સને પકડ્યો છે. હાલ ૨૫,૨૫૦ની ઠગાઇ અને એક ઠગાઇના પ્રયાસનો ગુનો સામે આવ્યા છે.

આ બારામાં કિસાનપરા સર્કલ પાસે મ્યુનિસિપલ કર્મચારી સોસાયટી-૨, પાર્શ્વદિપ એપાર્ટમેન્ટ ૫૦૧માં રહેતાં અને સીસીટીવી કેમેરાનો એડવાન્સ સિકયુરીટી સિસ્ટમ નામે ધંધો કરતાં નિર્ભય રાજેશભાઇ સલ્લા (ઉ.૨૯) નામના સોની યુવાનની ફરિયાદ પરથી કેયુર ભાલાળા ઉર્ફ અમિત રામાણી નામના શખ્સ સામે આઇપીસી ૪૦૬, ૪૧૯, ૪૨૦, ૫૧૧ મુજબ ગુનો નોંધ્યો છે.

નિર્ભયએ એફઆઇઆરમાં જણાવ્યું છે કે હું સીસીટીવી કેમેરા વેંચવાનું ઓર્ડર મુજબ તથા છુટક કામ કરુ છું. ૨૪/૯ના રોજ હું બપોરે સાડા બારેક વાગ્યે કોઠારીયા સોલવન્ટ પાસે સોમનાથ ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં સીસીટીવીના કામ માટે ગયો હતો ત્યારે મારા ફોનમાં ઓનલાઇન ઇન્ડિયા માર્ટ પોર્ટલમાંથી કેયુર ભાલાળા નામના શખ્સે સીસીટીવી કેમેરા લેવા માટેની ઇન્કવાયરી કરતાં તેમાં તેનો મોબાઇલ નંબર  હોઇ મેં ફોન કર્યો હતો.

તે વખતે કેયુર તરીકે ઓળખ આપનાર એ શખ્સે મને કહેલુ કે તેની લોઠડા ગામે ફેકટરી છે અને તેમાં ૨૫ આઇપી સીસીટીવી કેમેરા ફીટ કરાવવા છે. તેણે પોતાની મીરા કાસ્ટીંગ નામે ફેકટરી હોવાનું પણ કહ્યું હતું.  એ પછી મેં અટીકામાં મારા પરિચીત કિશોરભાઇ ભાલાળાનો રેફરન્સ આપતાં કેયુરે પોતે તેને ઓળખે છે અને પોતાના કાકા થાય છે તેમ કહ્યું હતું.

કેયુરે એવું પણ કહ્યું હતું કે મારા બીજા ઓળખીતાઓએ પણ કેમેરા લેવા માટે તમારો જ કોન્ટેકટ કરવાનું કહ્યું છે. એ પછી ૨૬/૯ના બપોરે કેયુર ભાલાળાનો વ્હોટ્સએપ મેનેજ આવેોલ અને તેમાં તેણે ૦૨એમપીના કેમેરા નંગ ૮ તથા ૮ ચેનલનું ડીવીઆર માંગ્યા હતાં. એ પછી ભાવનું કોટેશન તૈયાર કરી રૂ. ૨૫૨૫૦નું બીલ થશે તેમ કહી તેને મેસેજ કરતાં તેણે ભાવ બરાબર છે આ કેમેરાનો માલ પેડક રોડ પર બાલક હનુમાનજી મંદિર પાસે અમિત રામાણી મળશે તેને આપી આવજો તેમ કહી તેના મોબાઇલ નંબર આપ્યા હતાં. તેમજ પેમેન્ટ રાતે હનુમાન મઢી ચોક પાસેથી મળી જશે તેમ પણ કહ્યું હતું.

એ પછી કેયુરે રાધે સેલ્સ અમદાવાદ નામની કંપનીનો જીએસટી નંબર આપ્યો હતો. જે ખોટો હોઇ બીજો જય સરદાર એન્ટરપ્રાઇઝનો નંબર હમણા મોકલું છું તેમ કહી નંબ આપ્યો હતો. એ નંબર વિજયભાઇ સોજીત્રાના નામે હોઇ અનેસાચો હોઇ વિશવાસ આવતાં ઓર્ડર મુજબ હું કેમેરા આપવા પેડક રોડ પર ગયો હતો. ત્યાં અમિત રામાણીના નંબ અપાયા હોઇ તેને ફોન જોડતાં એક વ્યકિત આવેલો અને પોતે અમિત છે તેમ કહી કેમેરાનું પાર્સલ લઇ ગયો હતો. ત્યારબાદ કેયુરને ફોન કરતાં તેણે બે ફોન રિસીવ કર્યા નહતો. પછી તેણે સામેથી ફોન કરી પૈસા સાંજે પાંચ વાગ્યે હનુમાન મઢી ચોકમાંથી લઇ જજો તેમ કહ્યું હતું.

પરંતુ સાંજે ફોન કરતાં કેયુરે આજે વરસાદ છે મારો માણસ આવી શકે તેમ નથી. તેમ કહી બીજા દિવસે પૈસા આપી જશે તેવું કહ્યું હતું. પરંતુ બાદમાં ફોન ઉપાડી ગલ્લા તલ્લા શરૂ કર્યા હતાં. પેમેન્ટ ન આવતાં મેં તપાસક રતાં અમારા એસોસિએશન ગ્રુપમાં પણ આ રીતે બીજા લોકો સાથે ઠગાઇ થયાની ખબર પડી હતી. જમાં ગોંડલ રોડ ખોડિયાર કોમ્પ્યુટરવાળા ધ્રુવ બાબુભાઇ બરવાડીયા સાથે પણ કેયુર ભાલાળા ઠગાઇનો પ્રયાસ કર્યાની ખબર પડી હતી. જેથી ફરિયાદ નોંધાવી છે.

બી-ડિવીઝન પી.આઇ. વી.જે. ફર્નાન્ડીઝની રાહબરીમાં એએસઆઇ કે.આર. ચોટલીયા અને ટીમે આરોપીને સકંજામાં લીધો છે. તેનું નામ અમિત બાબુભાઇ ભાલાળા (ઉ.૧૯-રહે. પુરૂષાર્થ સોસાયટી, હરિ ધવા રોડ) છે. તેની વિશેષ પુછતાછ થઇ રહી છે.

(1:18 pm IST)