Gujarati News

Gujarati News

News of Monday, 30th August 2021

ખેરવા ગામની સીમમાંથી તીનપતીનો જુગાર રમતા ૮ શખ્સોને એરપોર્ટ પોલીસની ટીમે પકડ્યા

રાજકોટ: ખેરવા ગામ વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન એરપોર્ટ પોલીસ સ્ટેશનના હતા હેડકોન્સ યોગેન્દ્રભાઇ ચૌહાણની ચોક્કસ બાતમીના આધારે ખેરવા ગામની સીમમાં દરોડો પાડી આઠ શખસો હિદાયત વાગજીભાઇ મારવીયા ઉ.વ. ૪૫ રહે. ખેરવા ગામ તા.વાંકાનેર જી.મોરબી (૨) શૈલેષ રઘુભાઇ અજાડીયા ઉ.વ.૧૯ રહે. ખેરવા ગામ તા.વાંકાનેર જી.મોરબી (૩) નરશી ખીમજીભાઇ સાકરીયા ઉ.વ.૫ર રહે. ખેરવા ગામ તા.વાંકાનેર જી.મોરબી (૪) સંદીપ જીણાભાઇ સાકરીયા ઉ.વ.પર રહે. ખેરવા ગામ તા.વાંકાનેર જી.મોરબી (૫) પ્રવીણ મેઘજીભાઇ રંગપરા ઉ.વ. ૩૦ રહે. જાલીડા ગામ તા.વાંકાનેર જી.મોરબી(૬) પ્રવીણ સોમાભાઇ માલકીયા ઉ.વ. ૩૦ રહે. ગારીયા ગામ તા.વાંકાનેર જી.મોરબી (૭) મનસુખ બાલાભાઇ અજાડીયા ઉ.વ. ૩૦ રહે. ખેરવા ગામ તા.વાંકાનેર જી.મોરબી અને (૮) વાલજી લખાભાઇ અજાડીયા ઉ.વ. ૪૫ રહે. ખેરવા ગામ તા.વાંકાનેર જી.મોરબીને પકડી લઈ  રોકડ રૂપીયા ૧૧૯૯૦ કબ્જે લીધા છે.

 શહેર પોલીસ કમિશ્નર શ્રી મનોજ અગ્રવાલ તથા સંયુકત પોલીસ કમિશ્નર ખુરશીદ એહમદ તથા ડી.સી.પી. ઝોન ૧  પ્રવિણકુમાર મીણા તથા એ.સી.પી  ઉત્તર વિભાગ એસ.આર.ટંડેલની સૂચના મુજબ આ કામગીરી પો.ઇન્સ. જી.એમ.હડીયા સા. તથા પો.સ.ઇ વી સી પરમાર સા. તથા એ.એસ.આઇ જીતેન્દ્રભાઇ બાળા તથા પો.હે.કોન્સ. યોગેન્દ્રભાઇ ચોહાણ તથા અશોકભાઇ કલાલ તથા નરેશકુમાર ઝાલા તથા દિવ્યરાજસિંહ ચુડાસમા તથા યશપાલસિંહ ઝાલા તથા મહાવીરસિંહ ચુડાસમા તથા યુવરાજસિંહ જાડેજા તથા કનુભાઇ ભમ્મરએ કરી હતી.

(9:14 pm IST)