Gujarati News

Gujarati News

News of Thursday, 30th August 2018

પૂજા હોબી સેન્ટરના બાળકો આબુમાં કરતબો બતાવશે

 શાંતિ-સ્નેહ-સદ્દભાવના દ્વારા મુલ્યનિષ્ઠ સમાજની સ્થાપનામાં સેવારત આંતરરાષ્ટ્રીય સંસ્થા બ્રાહ્મકુમારી દ્વારા ૧૯મું નેશનલ કોન્ફરન્સ તથા મેડીટેશન સેમીનારમાં તા. ૩૧ ઓગષ્ટ થી ૩ જી સપ્ટેમ્બર દરમ્યાન યોજાનાર પુજા હોબી સેન્ટરના ૧૬ બાળકો કલ્ચરલ ફંકશનમાં ભાગ લેવા જવા રવાના થઇ રહ્યો છે. આ બાળકો યોગા અને જીમનાસ્ટીકની અદભૂત આંતરરાષ્ટ્રીય વિજેતા પ્રસ્તુત કરશે અલગ અલગ ફોરમેશન કરી અદભૂત માહોલ ઉભો કરશે. રોલર સ્કેટીંગમાં ૧૫ વર્ષથી વિજેતા ઇન્ટરનેશનલ આઇટમ ''વંદેમાતરમ્'' રજુ કરી તમામ ઉપસ્થિત સાધકોને દેશ પ્રત્યેની આદરણીય ભાવના રજૂ કરશે. જેમાં લીફટીંગ-લીરીકલ-હીપહોપ-વેસ્ટર્ન-પીરામીડ જેવી અનેક સ્ટેપ તથા ૧૦૦થી વધારે પ્રોપ સાથે ૧૨ મિનીટની આઇટમ રજૂ કરશે.

(4:07 pm IST)