Gujarati News

Gujarati News

News of Thursday, 30th August 2018

નચિકેતા સ્કુલમાં મેઘાણી જયંતિની ઉજવણી

રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના ૧૨૨ મા જન્મદિનની હાસ્યકલાકાર સાંઇરામ દવેની નચિકેતા સ્કુલમાં ધો.૧ થી ૪ ના ભુલકાઓએ અભિનયનારૂપમાં ઉજવણી કરી હતી. ચારણ કન્યા અને સૌરાષ્ટ્રની રસધારના અનેક પાત્રોને સ્ટેજ ઉપર ભુલકાઓએ જીવંત બનાવ્યા હતા. સુરલા કંઠમાં લોકગીતોની રમજટ બોલાવી દીધી હતી. આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે બિહારીભાઇ ગઢવી, નીતુભાઇ ઝીબા, વિષ્ણુપ્રસાદ દવે, શાંતિલાલ રાણીંગા, તેજસ પંડયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. જસ્ટીન બીબરની જનરેશનને ઝવેરચંદની રસધાર નવી રીતે  શખવવા બદલ કેમ્પસ ડાયરેકટર અમિત દવે તથા પ્રિન્સીપાલ કૃપાબેન મહેતાને સૌએ અભિનંદન આપ્યા હતા. (૧૬.૨)

(4:07 pm IST)