Gujarati News

Gujarati News

News of Thursday, 30th August 2018

બી.કે. મોદી ફાર્મસી કોલેજમાં કન્ટીન્યુઇંગ એજયુકેશન પ્રોગ્રામ

 

રાજકોટ : બી.કે. મોદી સરકારી ફાર્મસી કોલેજ દ્વારા સંચાલીત અને NBA Accrediated (બી ફાર્મ પ્રોગ્રામ) તથા MHRD-NIRF દ્વારા દેશભરમાં ૫૧-૭૫નાં બેન્ડમાં રેન્કીંગ પ્રાપ્ત સંસ્થા છે. જેમાં બી.ફાર્મ., ડી.ફાર્મ. તથા એમ. ફાર્મ. જેવા કોર્ષ ચાલે છે અને AICTE તથા PCI ની માન્યતા પ્રાપ્ત પ્રતિષ્ઠિત સંસ્થા છે. ફાર્મસી એજયુકેશનને દેશભરમાં માન્યતા આપતી ભારત સરકારની સંસ્થા ફાર્મસી કાઉન્સીલ ઓફ ઇન્ડિયા (PCI) દ્વારા  રાજકોટની બી.કે. મોદી સરકારી કોલેજની પસંદગી સેન્ટર ઓફ કન્ટીન્યુઇંગ એજયુકેશન પ્રોગ્રામ માટે કરવામાં આવેલ છે. અત્રે ઉલ્લેખનીય છે કે સમગ્ર દેશભરમાં ૧૨૦૦ જેટલી ફાર્મસી કોલેજોમાંથી માત્ર ૪૦ કોલેજોને 'સીઇપી'માં પસંદગી કરવામાં આવેલ છે, જેમાં બી.કે. મોદીનો સમાવેશ થયો છે. આ કાર્યક્રમના ઉદ્દઘાટન સત્રમાં ઉદ્દઘાટક તરીકે ડો. કમલેશ જોષીપુરા કે જેઓ ગુજરાતની ટીચર્સ યુનિવર્સિટીના પ્રથમ કુલપતિ હતા તેઓએ માર્ગદર્શન આપ્યું હતું. મુખ્ય મહેમાન તરીકે પુના યુનિવર્સિટીના ડો. ગાન્ને, નાગપુર યુનિ.ના ડો. પ્રશાંત પુરાણીક ઉપસ્થિત રહયા હતા. આ કાર્યક્રમમાં કોલેજ ખાતે ચાલતા વિવિધ વિદ્યાર્થીલક્ષી સ્કીમો તથા ફેકલ્ટી એનકરેજમેન્ટ માટે લેવાતા પગલા અંગેની માહિતી સંસ્થાના પ્રિન્સીપાલ ડો. જયંત આર. ચાવડા દ્વારા આપવામાં આવેલ હતી. અને CEP-PCI અંગેના કાર્યક્રમની રૂપરેખા કાર્યક્રમના કન્વીનર ડો. અશ્વિન વી. દુધરેજીયા દ્વારા આપવામાં આવેલ હતી. આ Continuing Education Program તા. ૨૭ થી ૨૯ ઓગષ્ટ દરમિયાન યોજાયેલ હતો અને તેમાં ઉદ્દઘાટન સત્ર સીવાયના અન્ય ૧૪ જેટલા એક્ષપર્ટ લેકચર તથા પ્રેકટિકલ લેકચર રાખવામાં  દેશભરમાંથી જાણીતા અદ્યાપકો દ્વારા લેકચર આપવામાં આવેલા. તેમાં મુખ્યત્વે ડો. છાબરિયા, એલ.એમ. કોલેજ અમદાવાદ, પ્રો. જી.કે. જાની, પ્રો. ભારડીયાએ માહિતી આપેલ હતી. કાર્યક્રમમાં ડો. એમ.આર. યાદવ, એમ.એસ. યુનિવર્સિટી વડોદરાએ ડો. ડી.એમ. પટેલ તથા ડો. જે.કે. પટેલે વકતવ્યો આપ્યા હતા. કાર્યક્રમના છેલ્લા દિવસે ડો. વિમલ કુમાર દ્વારા ''સુપર ક્રિટીકલ ફલુઇડ'' તથા તેજલ શાહ દ્વારા નેનો મેડીસિનની કેન્સર ટારગેટેડ દવા બનાવવા અંગે માહિતી અપાઇ હતી. આ કાર્યક્રમના વેલીડીકટરી કાર્યક્રમમાં માટે ડો. સંજીવ ઓઝા વાઇસ ચાન્સલેર, ગુજરાત આયુવેર્દિક યુનિવર્સિટી, જામનગરએ ''મોરલ વેલ્યુસ ઇન ટીચીંગ એન્ડ રીચર્સ'' ઉપર મોટિવેશનલ લેકચર આપેલ હતુ અને ભાગ લેનાર અદ્યાપકોને સર્ટિફિકેટનું વિતરણ કરેલ હતું. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા ડો. જે.આર. ચાવડાની અધ્યક્ષતામાં સંસ્થાના ડો. એ.વી. દુધરેજીયા (મો. ૯૦૯૯૯ ૩૯૪૧૮), કન્વીનર CEP તથા કાર્યક્રમના કો-ઓર્ડીનેટરો ડો. રવી માણેક તથા ડો. ચેતન બોરખતરીયા તથા મેમ્બર તરીકે ડો. સોનીવાલા, ડો. ધીરેન જોશી, ડો. અશોક પટેલ તથા ડો. ભીમાણી વિગેરે અદ્યાપકોએ જહેમત ઉઠાવેલ હતી.

(4:05 pm IST)