Gujarati News

Gujarati News

News of Thursday, 30th August 2018

સ્નાનાંગારોમાં ૫ મહિલા કોચને બે-બે મહીનાથી પગાર નથી મળ્યોઃ વિપક્ષ નેતાનો ઘટસ્ફોટ

રાજય સરકારની મહિલા સશકિતકરણની ગુલબાંગ વચ્ચે મહાનગરપાલિકાના કર્મચારીઓ જ પગાર વિહોણા

રાજકોટ, તા.૩૦: રાજકોટ મહાનગરપાલિકાના વિરોધપક્ષના નેતા વશરામભાઈ સગઠિયાની યાદી મુજબ રાજકોટ મહાનગરપાલિકની જુદીજુદી શાખાઓની કામગીરી માટે આર્થિક નબળી પરિસ્થિતિ વચ્ચે ફિકસ પગારના કર્મચારીઓની ભરતી કરવામાં આવે છે પરંતુ રાજય સરકારની મહિલા સશકિતકરણની મસમોટી વાતોની જાણે ભાજપ શાશિત મહાનગરપાલિકા જ ધજ્જિયાં ઉડાવતી હોય કોમ મહિલાઓની ફિકસ પગારથી ભરતી કરાયા પછી બે-બે માસ સુધી પગારથી વંચિત છે. હાલ જન્માષ્ટમીનો તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે જ પગારમાં ધાંધીયા કરતા મહિલાઓના પરિવારો માટે તહેવાર કઈ રીતે ઉજવવો તે અસહ્ય બની ગયો છે અને તહેવાર તાણે જ ઉછી ઉધાર કરવાની મજબુરી આવી પડેલ છે આને કારણે મહિલા કર્મચારીઓમાં રોષ વ્યાપ્યો છે.

કોંગ્રેસના કાર્યાલયમંત્રી વિરલભટ્ટે દ્યટસ્ફોટ કરતા જણાવ્યું છે કે મહાનગરપાલિકાના જુદા જુદા સ્નાનાગારોમાં ૫ જેટલી મહિલા કોચની ભરતી કરવામાં આવી હતી પરંતુ આ મહિલા કોચને માત્ર એક જ માસનો પગાર ચુકવવામાં આવ્યો છે ત્યારબાદ તેઓને પગાર ચુકવવામાં ઠાગાઠૈયા કરી અને ઠેંગો બતાવી દેવામાં આવ્યો છે રૂ.૧૯૫૦૦/- ફિકસ પગાર સાથે ભરતી કરાયેલા આ મહિલા કર્મચારીઓને છેલ્લા બે માસનો પગાર ચુકવવામાં આવ્યો નથી ઉલ્લેખનીય છે કે ભાજપના શાશકોને કારણે મનપાની આર્થિક સ્થિતિ નબળી છે અને તિજોરી તળિયાજાટક થઇ ગઈ છે તેને કારણે ૪૦૦૦ જેટલા કર્મચારીઓને ૭માં પગારપંચનું એરિયાસ પણ ચુકવ્યું નથી ત્યારે બીજીબાજુ મનપા વહીવટ ચલાવવા ફિકસ પગારથી કર્મચારીઓની ભરતી નું નાટક કરી તેઓને બાદમાં પગાર ચૂકવતી ના હોય આવા કર્મચારીઓમાં રોષ સાથે કચવાટની લાગણી ફેલાઈ છે સ્માર્ત સિટીના ગાણા ગાતા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશ્નર અને ભાજપના શાશકો કર્મચારીઓની મજાક કરી રહ્યા હોવાનો સુર પણ ઉઠ્યો છે. તેવું મહાનગરપાલિકાના વિરોધપક્ષના નેતા વશરામભાઈ સાગઠીયા અને કાર્યાલય મંત્રી વિરલ ભટ્ટની સંયુકત યાદી જણાવે છે.

(4:04 pm IST)