Gujarati News

Gujarati News

News of Thursday, 30th August 2018

જુગારના ચાર દરોડામાં ૧૮ શખ્સો પકડાયા

આજીડેમ પોલીસે સાત, યુનિવર્સિટી પોલીસે વેપારીઓ સહિત છ અને બી ડીવીઝન પોલીસે પાંચને ઝડપી લીધાઃ ૨ લાખની મતા કબ્જે

રાજકોટ, તા.૩૦: શહેર પોલીસે જુદા-જુદા ચાર સ્થળે બાતમીના આધારે દરોડા પાડી કાપડ તથા ફુટવેરના વેપારી સહિત ૧૮ શખ્સોને જુગાર રમતા પકડી લઇ રૂ.૨ લાખની મતા કબજે કરી હતી.

મળતી વિગત મુજબ પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ તથા જોઇન્ટ કમિશ્નર સિધ્ધાર્થ ખત્રીની સુચનાથી યુનિવર્સિટી પોલીસ મથકના પીઆઇડી.વી.દવેના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ. એન. બી.ડોડીયા હેડકોન્સ હરેશભાઇ ધર્મેન્દ્રસિંહ, મુકેશભાઇ, રાવતભાઇ, ધર્મરાજસિંહ તથા રાજેશભાઇ મીયાત્રા સહિત પેટ્રોલીંગમાં  હતા ત્યારે રાવતભાઇ ડાંગરને મળેલી બાતમીના આધારે યુનિવર્સિટી રોડ પંચાયત ચોક પાસે શાંતીવન સોસાયટી શેરી નં.૨માં એપલ પ્લે હાઉસ ઉપર રહેતો દીપેશ પ્રવિણભાઇ કોટક (ઉ.વ.૪૦)ના મકાનમાં દરોડો પાડી જુગાર રમતા જમીન મકાનના ધંધાર્થી દીપેશ કોટક, પંચાયતનગર ચોકનો મેહુલ શકિતભાઇ (ઉ.વ.૩૭) પ્રીયાંક લલીતભાઇ શીંગાળા (ઉ.વ.૨૭), કલ્પેશ બાબુભાઇ મશરૂ અને અપુર્વ જયેશભાઇ દેસાઇ (ઉ.વ.૨૪)ને પકડી લઇ રૂ.૧૯૨૭ની રોકડ સહીતની મતા કબજે કરી કાર્યવાહી કરી હતી. પકડાયેલા પાંચેય શખ્સો વેપાર કરે છે.

બીજા દરોડામાં પુષ્કરધામ મેઇન રોડ પર કોન્સ.રાવતભાઇ ડાંગરને મળેલી બાતમીના આધારે કૌશીક નટવરલાલ સાગલાણી (ઉ.વ.૬૦) રહે. પુષ્કરધામ મેઇન રોડ, પુષ્કરધામ એપાર્ટમેન્ટ ગ્રાઉન્ડ ફલોર બ્લોક નં.જી-૩)ને વરલી ફીચરનો જુગાર રમાડતા પકડી લીધો હતો.

ત્રીજા દરોડામાં આજીડેમ પોલીસ મથકના હેડ કોન્સ.કનકસિંહ સોલંકી તથા શૈલેષભાઇ ભીસડીયા સહીતે બાતમીના આધારે કોઠારીયા ગામમાં જીવનકિરણ સોસાયટી શેરી નં.૩માં રહેતો કુંભા ગોકળભાઇ ચાવડા (ભરવાડ)ની ઓરડીમાં દરોડો પાડી આરડીમાં રહેતો કુંભા ભરવાડ, જીવન કિરણ સોસાયટીનો રાહુલ કુંભા ચાવડા (ઉ.વ.૨૮), મહેશ વીરજીભાઇ બગડા (ઉ.વ.૨૪) જયંતી કાનાભાઇ વાઘેલા (ઉ.વ.૪૦), ભાવેશ હરીભાઇ બાવરફાળ (ઉ.વ.૨૭), મહેન્દ્ર ભાણજીભાઇ જોગેલ (ઉ.વ.૩૯) અને બાવનજી બચુ ધોકીયા (ઉ.વ.૩૮) ને તીનપત્તીનો જુગાર રમતા પકડી લઇ રૂ.૧૬,૬૦૦ની રોકડ સહીતની મતા કબજે કરી કાર્યવાહી કરી હતી.

ચોથા દરોડામાં બી ડીવીઝન પોલીસ મથકના પીઆઇઆર.એસ ઠાકર તથા પીએસઆઇ એમ.એફ ડામોર, એએસઆઇ એમ.એફ ડામોર, એએસઆઇ મહેશગીરી ગૌસ્વામી, હીતેન્દ્રસિંહ, અજીતભાઇ લોખીલ, પ્રકાશભાઇ ખાંભરા અને મનોજભાઇ મકવાણા સહીત પેટ્રોલીંગમાં હતા ત્યારે અજીતભાઇ પ્રકાશભાઇ તથા હિતુભાને મળેલી બાતમીના આધારે મોરબી રોડ સીતારામ પાર્ક-૨માં રહેતો જયેશ જેરામભાઇ નસીત (ઉ.વ.૩પ) ના મકાનમાં દરોડો પાડી મકાનમાં માલીક જયેશ પટેલ તથા મોરબી રોડ સીતારામ પાર્ક-૨નો મહાવીર નખુભાઇ તમગડીયા (ઉ.વ.૨૧) સીતારામ પાર્ક-૨નો પ્રતાપ ભીખુભાઇ તમગડીયા (ઉ.વ.૩૮) અને પરેશ રવજીભાઇ કણભરીયા (ઉ.વ.૪૦) ને જુગાર રમતા પકડી લઇ રૂ.૧૬,૦૦૦ની રોકડ સહીતની મતા કબજે કરી કાર્યવાહી કરી હતી.

(4:04 pm IST)