Gujarati News

Gujarati News

News of Thursday, 30th August 2018

હુમલો મહાવ્યથાના ગુનામાં આરોપીની રીમાન્ડ નામંજુર

આરોપીને જામીન પર છોડવાનો હુકમ

રાજકોટ તા ૩૦ : સામુ જોવા બાબતે થયેલ હુમલો-મહાવ્યથા પહોંચાડવાના ગુનામાં આરોપીની રીમાન્ડ નામંજૂર કરી જામીન મંજૂર કરવાનો કોર્ટે હુકમ કર્યો હતો.

આ કેસની ટુંકી વિગત જોઇએ તો આ કામના ફરીયાદી રઘુભાઇ બચુભાઇ રૈયાણી રહે. બાલાજી હોલની પાછળ, ઇલેકટ્રીક વાયરના માર્કેટીંગનું કામકાજ કરે છે, તેઓ તા. ૨૦/૮/૧૮ ના રોજ બપોરના બે વાગ્યાના સુમારે પોતાનુ ંએકટીવા મો.સા. નં. જીજે-૦૩-એફ-૩૪૩૭ લઇન  બાલાજી હોલ થઇ ખીજડાવાળા રોડ પર જતા હોય ચાલુ મોટર સાયકલે ડબલ સવારીવાળું એકટીવા લઇને આવેલ અને સામે શું કામ જોવે છે ?  સામાં કેમ જોએ છે ? કાતર કેમ મારે છે ? એમ કહી સાઇડમાં એકટીવા ઉભુ રાખેલ અને ફરીયાદીને વાસામાં એક ધોકો મારેલ અને કાળા કલરના પ્લાસ્ટીક ધોકાથી ડાબા હાથ, ડાબા હાથની ટચલી આંગળીમાં મારતા ફેકચર થયેલ, આથી ફરીયાદી એ દેકારો કરતાં બાજુની શેરીમાં આરોપીઓ ભાગી ગયેલ. આ મતલબની ફરીયાદ માલવીયા પોલીસ સ્ટેશનમાં આઇ.પી.સી. ની કલમ ૩૨૫,૩૨૩,૧૧૪ તથા જી.પી.એકટની કલમ ૧૩૫ (૧) મુજબની ફરીયાખ દાખલ થયેલ હતી.

આ કામે આરોપી તરીકે અનિરૂધ્ધસિંહ ઉર્ફે અનોપસિંહ વિશુભા સોઢાની ધરપકડ કરી પોલીસે વધુ બે નાસતા ફરતા આરોપીની ધરપકડ કરવાની હોય તથા ધોકો મુદામાલ તરીકે કબજે લેવા માટે રીમાન્ડની માંગણી કરેલ અને ફરીયાદી હજુ પણ હોસ્પિટલમાં દાખલ હોય જામીન ન આપવા રજુઆત કરેલ હતી. રાજકોટની કોર્ટે બચાવપક્ષના વકીલોની દલીલો માન્ય રાખીને રીમાન્ડ નામંજૂર કરીને જામીન અરજી મંજૂર કરેલ છે.

આ કેસમાં રાજકોટના વકીલ રૂપરાજસિંહ પરમાર, શકિતસિંહ ઝાલા, અજીત પરમાર, કુલદિપસિંહ બી. જાડેજા, શિવરાજસિંહ ઝાલા અને દિપક ભાટીયા રોકાયેલ. (૩.૧૪)

(4:02 pm IST)