Gujarati News

Gujarati News

News of Thursday, 30th August 2018

પડધરીના બળાત્કાર કેસમાં આરોપીને થયેલ સજાનો હુકમ સ્ટેઃ જામીન મંજુર

રાજકોટ તા.૩૦: બળાત્કારના કેસમા આરોપીને થયેલ સજાનો હુકમ સ્ટે કરી આરોપીને જામીન પર મુકત કરવા ગુજરાત હાઇકોર્ટ હુકમ કર્યો હતો.

બનાવની ટુંકમાં વીગત એવી છે કે, આ કામના ફરીયાદી પંચમહાલવાળાની સગીરવયની દીકરી સાહેદ મહેશભાઇ ચીમનભાઇ ડામોરની સાથે મજુરી અર્થ પડધરી મુકામે ગયેલ હોય ત્યાંથી આરોપી અલ્પેશભાઇ સોમાભાઇએ મહેશભાઇના વાલીપણામાથી પત્ની તરીકે રાખવા સારૂ તા.૨૬/૧૧/૧૩ના રોજ રાત્રીના ભગાડી લઇ જઇ અનેકવાર બળાત્કાર કરેલ હોય તથા આરોપીના માતા પિતાએ એકબીજાને મદદગારી કરી હોય તેથી ફરીયાદીએ આ કામના આરોપીઓ ૧.અલ્પેશભાઇ સોમાભાઇ ખડીયા ૨. સોમાભાઇ બીજલભાઇ ખડીયા ૩.કમલીબેન વા/ઓ સોમાભાઇ ખડીયા રહે.ભંડોય, તા.મોરવાહા, જી.પંચમહાલવાળા વીરૂધ્ધ પડધરી પોલીસ સ્ટેશનમા ઇ.પી.કો કલમ ૩૬૩,૩૬૬,૩૭૬,૧૧૪ તથા પોસ્કો એકટની કલમ ૪,૬,૧૭ અન્વયે ફરીયાદ નોંધાવેલ હતી.

પોલીસે સદરહુ ગુનાના કામે કોર્ટમાં ચાર્જશીટ ફાઇલ કરેલ. આ કેસ સ્પે.પોસ્કો કોર્ટમા ચાલવા પર આવેલ. આ કેસ રાજકોટના સ્પે.કોર્ટ જર્જ કોર્ટમાં ચાલી જતા આરોપી નં.૨ તથા ૩ને કોર્ટએ નિર્દોષ છોડી મુકવાનો હુકમ કરેલ તેમજ આરોપી નં.૧ નાને ૧૦ વર્ષની સખત કેદની સજાનો હુકમ કરેલ હોય તેથી ટાયલ હુકમથી નારાજ થઇ આરોપી નં.૧ અલ્પેશભાઇ સોમાભાઇએ ગુજરાત હાઇકોર્ટ સમક્ષ સદરહુકમ વિરૂધ્ધ અપીલ દાખલ કરેલ અને સજાનો હુકમ સ્ટે કરવા તેમજ જામીન પર છુટવા અરજી કરેલ હતી જેમાં આરોપી પક્ષના એડવોકેટની દલીલો ધ્યાને લઇ આરોપીને થયેલ સજાનો હુકમ સ્ટે કરી તેને રૂ.૨૦ હજારના જાત જામીન તથા રૂ.૧૫ હજારની દંડની રકમ ભરી જામીન મુકત કરવાનો હુકમ ગુજરાત હાઇકોર્ટ ફરમાવેલ હતો.

આ કેસમાં આરોપીઓ વતી પી એન્ડ આર લો ચેમ્બરના ધારાશાસ્ત્રી અલ્પેશ વી.પોકીયા, ભાર્ગવ જે.પંડ્યા, કેતન જે.સાવલીયા, અમીત વી.ગડારા, રીતેશ ટોપીયા, પરેશ મૃગ વીગેરે રોકાયેલ છે.(૧૭.૭)

 

(4:01 pm IST)