Gujarati News

Gujarati News

News of Thursday, 30th August 2018

બાઇક સાઇડમાં ચલાવવાનું કહેતાં કારખાનેદાર મહિપતસિંહને હર્ષિત ચોૈહાણે છરીના ઘા ઝીંકયા

લક્ષ્મીનગર પાછળ નંદકિશોર સોસાયટીમાં બનાવ

રાજકોટ તા. ૩૦: લક્ષ્મીનગર પાછળ નંદકિશોર સોસાયટી-૧માં રહેતાં મહિપતસિંહ વિજયસિંહ પરમાર (ઉ.૨૦) નામના કારખાનેદાર રાજપૂત યુવાનને ઘર નજીક ખુણા પાસે પોતાની આઇ-૨૦ કાર હંકારીને નીકળતાં પાછળની શેરીમાં જ રહેતાં હર્ષિત રાજુભાઇ ચોૈહાણ નામના ખવાસ શખ્સે વાહન સાઇડમાં ચલાવવા બાબતે ઝઘડો કરી છરીથી હુમલો કરી છાતી અને ખભા પર બે ઘા ઝીંકી દેતાં ઇજા થઇ હતી.

બનાવ અંગે માલવીયાનગરના પીએસઆઇ પી.એલ. ધામાએ મહિપતસિંહની ફરિયાદ પરથી હર્ષિદ સામે ગુનો નોંધ્યો છે. મહિપતસિંહના કહેવા મુજબ પોતે. નવરંગપરા-૯૯માં જે. કે. હાઇડ્રોલિક નામે રીંગ બનાવવાનું કારખાનુ ચલાવે છે. ગત સાંજે સવા છએક વાગ્યે પોતની કાર લઇને નીકળેલ ત્યારે શેરી નં. ૧ના ખુણે હર્ષિદ તેનું બાઇક રોડ વચ્ચે ચલાવતો હોઇ તેને સાઇડમાં હંકારવાનું કહેતાં ગાળાગાળી કરી હતી. આથી પોતે કારમાંથી નીચે ઉતરેલ અને હર્ષિતને ગાળો દેવાની ના પાડતાં તે ઉશ્કેરાઇ ગયો હતો અને પેન્ટના ખિસ્સામાંથી છરી કાઢી હુમલો કરી દેતાં છાતી અને જમણા ખભા ઉપર ઇજા થઇ હતી. પોતાને લોહી નીકળતાં થોડીવાર બેશુધ્ધ થઇ ગયેલ. બાદમાં માણસો ભેગા થયા હતાં. ત્યાં તેના મોટાભાઇ જયરાજસિંહ પરમાર અને મિત્ર નરેન્દ્રસિંહ રાઠોડ આવી જતાં મધુરમ્ હોસ્પિટલમાં લઇ ગયા હતાં.

પોલીસે હુમલો કરી ભાગી ગયેલા હર્ષિતની શોધખોળ હાથ ધરી છે.

(3:53 pm IST)