Gujarati News

Gujarati News

News of Thursday, 30th August 2018

ચુનારાવાડમાં કોળી દંપતિ પર ભાઇ-ભાભીની ધોકાવાળી

રસિકભાઇએ ઘર પાસે ગાળો બોલવાની ના પાડતાં ડખ્ખો

રાજકોટ તા. ૩૦: ચુનારાવાડ-૬માં રહેતાં અને ડ્રાઇવીંગ કરી ગુજરાન ચલાવતાં રસિકભાઇ વશરામભાઇ બાવળીયા (ઉ.૩૫) પર પડોશમાં જ રહેતાં મોટા ભાઇ હસુ બાવળીયા અને તેની પત્નિ ચકુબેને મળી ધોકાથી હુમલો કરતાં રસિકભાઇને બચાવવા તેના પત્નિ ઇલાબેન (ઉ.૩૦) વચ્ચે પડતાં તેને પણ માર મારવામાં આવતાં બંનેને સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં.

હોસ્પિટલ ચોકીના થોભણભાઇ ટીલારાએ થોરાળા પોલીસને જાણ કરી હતી. રસિકભાઇના કહેવા મુજબ મોટો ભાઇ હસુભાઇ ચારેક દિવસથી દારૂ પી ઘર પાસે ગાળાગાળી કરતો હતો. ગત રાત્રે પણ તેણે પીધા બાદ ગાળો બોલવાનું શરૂ કરતાં તેને ના પાડવા જતાં હુમલો થયો હતો.

(3:53 pm IST)