Gujarati News

Gujarati News

News of Thursday, 30th August 2018

લાંચ કેસમાં ઘંટેશ્વર એસ.આર.પી. ગૃપ-૧૩ ના ડી.વાય.એસ.પી. હેડ કોન્સ્ટેબલ સહિત ત્રણ આરોપીઓનો નિર્દોષ છુટકારો

રાજકોટ તા ૩૦ : ઘંટેશ્વર એસ.આર.પી. ગ્રુપ-ા૧૩ ના ડી.વાય.એસ.પી. , હેડ કોન્સ્ટેબલ તેમજ રનર ને પ્રિવેન્સન ઓફ એન્ટી કરપશન એકટ ના કેસમાં ત્રણ આરોપીઓને નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો અધિક સેશન્સ જજ શ્રી એચ.બી.ત્રિવેદી એ હુકમ કરેલ છે.

આ કમની ફરીયાદ હકિકત એવી છે કે, આ કામમાં ફરીયાદી કિશોરભાઇ વલ્લભદાસ અગ્રાવત રાજકોટ માં તા. ૧/૨/૧૯૯૭ ના રોજ ફરીયાદીએ આરોપી નં.૧ રમેશચંદ્ર દોલતરાય નાયક (ર) મણીકભાઇ બાલકદાસ નિમાવત (૩) મોહનભાઇ શંીગાળા વિરૂધધ એસબી કચેરીએ ફરીયાદ કરેેલ કે તેઓ ૧૯૯૪ ની સાલમાંથી એફ કંપની ગાંધીનગરમાં મેસ કમાન્ડર તરીકે હતા અને તે અંગે ૧૯૯૫ મા઼ એફ કંપની ગાંધીનગર થી સોમનાથ જતી વખતે આ કામના ફરીયાદીએ ઘંટેશ્વર ઉતરી ગયેલ અને ગેરહાજર રહેલ અને તેમની પાસે મેસના ત્રણ હજાર હતા તે ટેમ્પરરી ઉચાપત કરવા અંગેનો ડીપાર્ટમેન્ટલ પ્રોસીડીગ્સ નો કેસ ફરીયાદી સામે ચાલતો હતો, જેમાં આરોપી નં.૧ રમેશચંદ્ર દોલતરાય નાયકે ઓછી સજા કરાવવા માટે રૂ.૨૫૦૦ ની લાંચ માંગેલ, તે અનુસંધાને ફરીયાદી તેના ફુવા પાસેથી હાથ ઉછીના રૂા ૩૦૦૦ લઇને આપેલ તે પૈકી રૂા ૨૫૦૦ આરોપી ડીવાયએસપી નાયકનેે તેમની ચેમ્બરમાં આપેલ તથા બાકીના રૂા ૧૦૦૦ પગાર વખતે આપીશ અને રૂા ૩૫૦ શીંગાળાભાઇ કલાર્ક ડિપાર્ટમેન્ટલ ઇન્કવાયરી મા઼ સજા ઓછી કરવા માટે માંગણી કરેલ. તે અનુસંધાને આ કામના ફરીયાદીએ આરોપી પર તા. ૧/૨/૧૯૯૭ ના રોજ ફરીયાદ એસીબી કચેરી એ કરેલ. તેમજ ફરીયાદ અનુસંધાને છટકું સફળ રહેેતા ચાર્જશીટ કરવામાં આવેલ હતું

ત્યારબાદ આરોપીઓ તરફે વકીલશ્રી રાકેશભાઇ દોશી દ્વારા એવી દલીલ કરવામાં આવેલ હતી  કે, આ કામમાં ચાર્જ કરવામાં આવેલ છે તે મુજબ પ્રોસીકયુશન તેનો કેસ પુરવાર કરવામાં નિષ્ફળ નિવડેલ છે. આ કામમાં ફરીયાદ પક્ષનો પુરાવો જોવામાં આવે તો તેમના તરફથી કોઇ ડીમાન્ડ  કરવામાં આવેલ હોય, તે પ્રોસીકયુશન દ્વારા સાબીત કરવામાં નીષ્ફળ નિવડેલ છે.

આ કેસ ચાલી જતા બન્ને પક્ષોની દલીલ સાંભળીને શ્રી એચ.બી. ત્રિવેદી એ એવું તારણ આપેલ કે, ફરીયાદ પક્ષના પુરાવામાંથી આરોપીઓ એ લાંચની માંંંગણી કરેલ ીે, તેવું જો ફરીયાદ પક્ષ સાબીત કરી શકતા ન હોય અને આરોપીઓના નિવેદન ઉપરથી તે કેસ સાબિત થયેલો માની શકાય નહીં અને તે અનુસાર પણ આ કામમાં જયારે ડીમાન્ડ પુરવાર થતી ન હોય જેથી પણ  આરોપીઓ ગુના સાથે સાંકળી શકાય નહીં. તેમજ બચાવપક્ષે તપાસનીશ અધિકારીઓનો પુરાવો ધ્યાને લઇ દલીલ કરેલ કે, ખુદ તપાસનીશ અધિકારીએ એસીબી ના કેસમાં મહત્વનો કહી શકાય તેવો મુેદામાલ જોયેલ નથી કે વેરીફાઇ કરેલ નથી. તેઓએ કોઇ મુદામાલ પંચનામા તથા સીઝર મેમો સાથે મેળવેલ નથી. તેઓ સ્થળ પર ગયેલ નથી, તેમજ પ્રસીકયુશને પોતાનો કેસ સાબીત કરી શકેલ ન હોય, જેથી આરોપીઓને ઉપરોકત કેસમાંથી નિર્દોષ ઠરાવી છોડવાનો હુકમ કરવામાં આવેલ

આ કામમાં આરોપીઓ વતી રાજકોટના ધારાશાસ્ત્રી રાકેશભાઇ ડી. દોશી, ગોૈતમ એમ. ગાંધી રોકાયેલ હતા.

(3:50 pm IST)