Gujarati News

Gujarati News

News of Thursday, 30th August 2018

રામચંદ્ર મિશન દ્વારા રાજકોટમાં મેડિટેશન હોલનું નિર્માણ

રવિવારે ઉદ્દઘાટન સમારોહઃ હૈદરાબાદથી પૂ.દાજી કમલેશ પટેલ ઓનલાઇન ઉદ્દઘાટન કરશેઃ એક કલાકની ધ્યાન શિબિરનું આયોજનઃ ધ્યાનની અનન્ય અનુભૂતિ કરાવતી પદ્ધતિ યુગો બાદ જાગૃત કરાઇઃ ૧૪૦ દેશોમાં મિશન સક્રિય

'અકિલા'ના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સાથે રામચંદ્ર મિશનના લલિતભાઇ ચંદે, સતીષભાઇ મહેતા, મીનાબેન મહેતા, ચંદ્રિકાબેન પોપટ, રમેશભાઇ કડછુડ નજરે પડે છે(તસ્વીરઃ સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ૩૦ : જનક રાજાની ૭ર પેઢી પહેલા એક ધ્યાન પધ્ધતિ હતી, તે ફરી જાગૃત કરાઇ છે. આ પધ્ધતિમાં અભ્યાસુના કિલનિંગથી માંડીને અનન્ય અનુભૂતિ સરળતાથી થઇ શકે છે. આ પધ્ધતિ રામચંદ્ર મિશને વિકસાવી છે અને ૧૪૦ દેશોમાં પ્રસરી ગઇ છે. આ મિશનની શિબિરો નિઃશુલ્ક છે, નાત-જાત-ધર્મના ભેદભાવ વગર ધમધમે છે.

રામચંદ્ર મિશનના રાજકોટ સૌરાષ્ટ્રના અગ્રણીઓ લલિતભાઇ ચંદે, સતીષભાઇ મહેતા, મીનાબેન મહેતા, ચંદ્રિકાબેન પોપટ, રમેશભાઇ કડછુડ 'અકિલા'ની મુલાકાતે આવ્યા હતા.

અગ્રણીઓએ જણાવ્યું હતું કે, શ્રી રામચંદ્ર મિશન રાજકોટ કેન્દ્રના ધ્યાન કક્ષ (Meditation Hall) નો પૂજ્યદાજીના હસ્તે (હૈદરાબાદથી જીવંત પ્રસારણ-Live દ્વારા પ્રેમ મંદિર પાછળ કાલાવડ રોડ ખાતે શુભ આરંભ થઇ રહ્યો છે. આ શુભ પ્રસંગે દરેકને હૃદય પૂર્વક નિમંત્રણ અપાયું છે.

ગુરૂશૃંખલાની અસિમ કૃપા દ્વારા મનુષ્ય જીવનને અધ્યાત્મિક ઉત્કૃષ્ઠતા (Spiritual Excellence) ની ઉચાઇ સુધી લઇ જવા માટે તેમજ દિવ્યમાનવ (Devine Human) બનવા માટેની સંભાવનાઓ અને શકયતાઓ છે જ તેને વધુ મજબૂત બનાવવા માટે SRCM- શ્રી રામચંદ્ર મિશન કાર્યરત છે. મિશનના આદિગુરૂ શ્રી રામચંદ્ર ફતેહપૂર (UP) - લાલાજી મહારાજે ૮ દાયકા પહેલા અધ્યાત્મિક ઉત્થાનની આકાંક્ષા રાખવા વાળા માટે સહજ માર્ગ ધ્યાન પધ્ધતિ ઉપલબ્ધ કરાવી. આ ધ્યાનમાં વ્યકિતગત તેમજ સામૂહિક ધન બેઠક દ્વારા સંતુલિત અને દિવ્ય જીવન બનાવવામાં પંતજલી ઋષિના અષ્ટાંગ યોગ પર આધારિત પધ્ધતિ સામાન્ય માણસને પણ સહજ રીતે ઇશ્વરને પામવા માટે ઉપલબ્ધ છે. લાલાજી મહારાજ બાદ અધ્યાત્મિક રીતે ખુબજ ઉન્નત શિષ્ય બાબુજી મહારાજે ૧૯૪પ મા શ્રીરામચંદ્ર મિશનની વિધિવત રીતે સ્થાપના કરેલી આજે તેનું વડુ મથક ચેન્નઇમાં છે અને ભારત ભરમાંથી અધ્યાત્મિક ઉત્થાન પ લાખથી વધારે લોકો જોડાયા છ.ે ભારત ઉપરાંત ૧૦૦ થી વધારે રાષ્ટ્રો આશ્રમો અને કેન્દ્રોમા ધ્યાન દ્વારા મનને નિયમિત કરી સંતુલિત જીવન દ્વારા અધ્યાત્મિક ઉદ્ેશ્યની પરિપૂર્તિ માટે કાર્યરત છે જેમાં જ્ઞાતિ, જાતિ, રંગ, ભાષા વગેરેના ભેદભાવ વગર અધ્યાત્મિક ઉન્નતિના ઉચ્ચ ઉદ્દેશ્ય માટે નિશુલ્ક સુંદર રીતે કામ કરી રહી છે. બાબુજી મહારાજ બાદ મિશનના અધ્યક્ષ અને ગુરૂ શ્રી પાર્થસારથિ રાજગોપાલ ચારી અનેબાબુજી મહારાજે વિશ્વના અનેક રાષ્ટ્રોમાં મુલાકાત લઇ સાચા અર્થમાં વિશ્વ આખું એક કુટુંબ છે તે નાતે સમગ્ર બ્રહ્માંડમાં જે કોઇ જીવ અધ્યાત્મિકતાની આકાંક્ષા રાખે છે તેને પ્રાણાહૂતિ (ટ્રાન્સમિશન-લાઇફ ફોર્સ) કે જે સફાઇ કરી મનુષ્યને ઉંચ ઉદ્દેશ્ય માટે તૈયાર કરી રૂપાંતર માટે તૈયાર કરે છે. માણસ ઇચ્છાનું પ્રાણી છે અને આ વધતી જતી ઇચ્છા અધ્યાત્મિક ઉન્નતિમા બાધક છે ત્યારે ધ્યાન દ્વારા મનને નિયમિત કરી, સંતુલિત અને સરળ જીવન દ્વારા દિવ્ય, સરળ અને દિવ્ય હેતુ આધારિત જીવન બનાવે છે.

મિશનના વર્તમાન અધ્યક્ષ કમલેશભાઇ પટેલ-દાજી દ્વારા હાર્ટફુલનેશ ચળવળ દ્વારા આધુનિક મનુષ્ય તણાવ રહિત, અહંકાર મુકત અને હૃદય પ્રેમથી ભરપૂર બનાવવા માટે હજારો લોકોને વિશ્વભરમાંથી માહિતગાર કરવામા આવ્યા છે અને લાખો લોકો ધીમે ધીમે જોડાઇ રહ્યા છે.

યુનો-કે જે વિશ્વ શાંતિ માટે કાર્યરત છે તેની સાથે UNDP-સહયોગમા સમગ્ર વિશ્વમાં અનેક કાર્ય કરી શૈક્ષણિક સંસ્થાઓ, યુવાઓ, અને બાળકોને અધ્યાત્મિક રીતે તૈયાર કરવામાં મદદ કરી રહ્યું છે. હૈદરાબાદ ખાતે અતિ વિશાળ આશ્રમ કે જે અધ્યાત્મિક ઉત્થાન માટે સ્વર્ગ સમાન આકાર લઇ રહ્યું છે. ધ્યાનની તાલીમમા પ લાખથી વધારે લોકો જે અભ્યાસી તરીકે જોડાયા છે તેને ૧૦ હજારથી વધારે પ્રશિક્ષકો ધ્યાનની તાલીમ આપે છ.ે સહજ માર્ગ અને હાર્ટફુલનેશની પધ્ધતિમા જોડાવા માટે કોઇ પણ વ્યકિત નિઃશુલ્ક અને કોઇ પણ પ્રકારના ભેદભાવ વગર જોડાય શકે છે.આ ઉંચ પધ્ધતિનો લાભ હવેથી રાજકોટ શહેરને વધારે સારી રીતે મળે તે માટે ધ્યાન કક્ષાનું ઉદ્દઘાટન સવારે ૭ વાગે દાજીના હસ્તે (હૈદરાબાદથી જીવંત પ્રસારણ દ્વારા) આ રવિવારે રજી સપ્ટેમ્બરેથઇ રહ્યું છે વધુ માહિતી માટે રાજકોટ કેન્દ્રના ઇન્ચાર્જ સતિશ મહેતા ૯૩૭૪૧ ર૩૩૩૦ તેમજ ડો. કિરીટ પોપટ ૯૦૩૩૦ ૧પ૮૦પ અને પ્રા. લલિત ચંદે ૯૩ર૭૬ ર૦૮૮૪ નો સંપર્ક કરી શકે છે.

(3:50 pm IST)