Gujarati News

Gujarati News

News of Thursday, 30th August 2018

વોર્ડ નં.૧૦માં શ્યામ પાર્ક- શિલ્પન રેસીડેન્સીમાં પેવરબ્લોકનું ખાતમુર્હુત

રાજકોટઃ અહિંના વોર્ડ નં.૧૦ના કોર્પોરેટરો તથા સંગઠનની ટીમ દ્વારા શ્યામપાર્ક સોસાયટી તથા શિલ્પન રેસીડેન્સી અને ભવાની નગર વિસ્તારમાં પેવર બ્લોકનું ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કોર્પોરેટર અશ્વિનભાઈ ભોરણીયા, જ્યોત્સનાબેન ટીલાળા, પ્રભારી માધવભાઈ દવે, વોર્ડ પ્રમુખ  રજનીભાઈ ગોલ, યુવા મોરચાના મંત્રી કુલદિપસિંહ જાડેજા, ભાજપના કાર્યકરો વજુભાઈ ડઢાણીયા, હઠીસિંહ જાડેજા, ચેતનાબેન શાહ, આ વિસ્તારના રહેવાસીઓ હરીભાઈ તારપરા, પ્રવીણભાઈ ગાલોલીયા, મહેન્દ્રભાઈ મણવર, યતીન દેલવાડીયા, વિમલ લાલાણી, પરેશભાઈ મહેતા, લવજીભાઈ પટેલ, કમલેશભાઈ માણાવદરીયા, કાંતાબેન પરમાર સહીતના ઉપસ્થિત રહ્યા હતા.

(3:48 pm IST)