Gujarati News

Gujarati News

News of Thursday, 30th August 2018

ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિરે જન્માષ્ટમી તથા શિક્ષક દિવસ નિમિતે વિશેષ કાર્યક્રમો

સોમવારે જન્માષ્ટમી ઉત્સવ, શિવ તાંડવ ધ્યાન, ઓમ ધ્યાનઃ બુધવારે શિક્ષક દિવસ નિમિતે ઓશો સન્યાસી તથા પ્રેમી શિક્ષકોનું સન્માન તથા બહુમાન સમારોહ

રાજકોટ : ઓશોના સુત્ર ''ઉત્સવ આમાર જાતિ આનંદ આમાર ગોૈત્ર'' ને સાર્થક કરતા વિવિધ કાર્યક્રમો જેવા કે ઓશો ધ્યાન શિબિરો, ઓશો સાહિત્ય પ્રદર્શનો, ઓશો સન્યાસ ઉત્સવ, ભજન-કિર્તન, ગીત-સંગીત વિવિધ સંપ્રદાયોના ઉત્સવો, વિશ્વ દિવસ વગેરે છેલ્લા ૩૩ વર્ષોથી રાત અને દિવસ ૨૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એક માત્ર ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર પર અવાર-નવાર ઉજવવામાં આવે છે.

આગામી તા. ૩ ને સોમવારે જન્માષ્ટમી તથા શ્રાવણ માસના સોમવાર નિમિતે જન્માષ્ટમી ઉત્સવ, શિવતાંડવ ધ્યાન, સંધ્યા ધ્યન તથા ઓમ ધ્યાનના કાર્યક્રમનું આયોજન સાંજના ૬ થી ૮.૩૦ રાખવામાં આવ્યું છે. બીજો કાર્યક્રમ તા. પ ને બુધવારના રોજ શિક્ષક દિવસ નિમિતે સાંજના ૬ થી ૮ ઓશો સન્યાસી તથા પ્રેમી શિક્ષકોનો સન્માન તથા બહુમાન સમારોહ તથા સંધ્યા ધ્યાન તથા પ્રસાદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

સ્થળઃ ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર, ગોંડલ રોડ, વિવેકાનંદ ઓવરબ્રિજ પાસે, ૪ વૈદવાડી, રાજકોટ.

ઉપરાંત જન્માષ્ટમી તથા શિક્ષક દિવસના કાર્યક્રમમાં સહભાગી થવા ઓશો સન્યાસી  સ્વામિ સત્ય પ્રકાશ, પુર્વિદીદી તથા ઓશો ઇનર સર્કલે અનુરોધ કરેલ છે.

વિશેષ માહિતી :- સ્વામિ સત્ય પ્રકાશ મોઃ ૯૪૨૭૨ ૫૪૨૭૬, મીસ્ત્રી નિતિનભાઇ મોઃ ૯૯૨૪૨ ૩૪૦૯૬

(3:45 pm IST)