Gujarati News

Gujarati News

News of Thursday, 30th August 2018

પેન્ટાલૂન્સ જુનિયર ફેશન આઈકન : જન્માષ્ટમી એડિશન માટે ૪ જુનિયર વિજેતાઓ જાહેર

રાજકોટ : પેન્ટાલૂન્સ જુનિયર ફેશન આઈકન (પીજેએફઆઈ)ની જન્માષ્ટમી એડિશનનું આયોજન ભારત ઈસ્કોન મોલ, કાલાવડ રોડ, ખાતે પેન્ટાલૂન્સ સ્ટોર ખાતે થયું હતું, જેમાં જુનિયર ફેશનચાહકો દ્વારા વાઈબ્રન્ટ પરિધાનોનું પ્રદર્શન અને ઉત્કૃષ્ટ પર્ફોર્મન્સ આપવામાં આવ્યું હતું.

આધ્યા પટેલ, માધવન તન્ના, દિયા શાહ અને સમર્થ વિઠલાણીએ ૪-૭ વર્ષ અને ૭-૧૧ વર્ષની કેટેગરીમાં પેન્ટાલૂન્સ જુનિયર ફેશન આઈકન ટાઈટલ પ્રાપ્ત કર્યા હતા. વિજેતાઓ, રનર્સ-અપ અને ફાઈનલિસ્ટ પેન્ટાલૂન્સ ગિફ્ટ વાઉચર્સ અને રોમાંચક ઈનામો આપવામાં આવ્યા હતા. નિર્ણાયકોમાં એનઆઈએફડીના એચઓડી મીત પારેખ, માય એફએમના આરજે નુપુર અને ફેશન ડિઝાઈનર અને પ્રોફેશનલ મોડેલ પ્રાચી પટેલ ઉપસ્થિત હતા.(૩૭.૧૦)

(1:51 pm IST)