Gujarati News

Gujarati News

News of Thursday, 30th August 2018

'ગામડાનો છોરો' : ગ્રામીણ ટેલેન્ટને ઉજાગર કરતુ ગીત યુ-ટયુબ ચેનલ ઉપર છવાયુ

કોસ્મોસ પ્રોડકશન હાઉસના સૈયદખાન મેમણ અને પાયલ રાજપુતનો નવતર પ્રયોગ સફળ : તહેવારના દિવસોમાં ધુમ મચાવી : આ ટીમ દ્વારા અગાઉ હિન્દી સોંગ પણ તૈયાર થઇ ચુકયા છે

રાજકોટ તા. ૩૦ : એક ગામડાનો છોકરો ધારે તો શું ન કરી શકે? આખે આખા ગામને ઉગારી શકે! કઇક આવો સંદેશો લઇને કોસ્મોસ પ્રોડકશન હાઉસના સૈયદખાન મેમણ અને પાયલ રાજપુતે યુ-ટયુબના માધ્યમથી 'ગામડાનો છોરો' ગીત લોન્ચ કર્યુ છે.

તેઓએ જણાવેલ કે ૬ થી ૭ મીનીટના આ ગીતમાં એક આખી વાર્તા વણી લેવામાં આવી છે. એક ગામના સરપંચનો દિકરો ગામને ખુબ પ્રેમ કરતો હોય છે. ગામની જમીન ખરીદી લેવા આવેલ મહાકાય કંપની પાસે બે વર્ષની મુદત માંગીને પોતે શહેર જાય છે અને ખુબ મહેનત કરી પોતે જ કરોડોનો આસામી બની જાય છે. ગામને ખરીદવા આવેલ કંપનીને કરોડોનો ચેક આપી આખા ગામને બચાવી લ્યે છે. આ સમગ્ર વાત આગીતમાં દ્રશ્ય શ્રાવ્ય દ્વારા વણી લેવામાં આવી છે.

ગ્રામીણ વેશભુષા અને પ્રકૃતિ દર્શન  માટે ખુબ ચીવટ રાખીને તૈયાર કરવામાં આવેલ આ સોંગને યુ-ટયુબ ચેનલ પર કોસ્મોસ પ્રોડકશન હાઉસ પ્રેઝન્ટ દ્વારા લોન્ચ કરાયુ છે. હાલ જન્માષ્ટમીના તહેવારોને લઇને ખુબ ચાહના મળી રહી છે.

સમગ્ર ટીમમાં પ્રોડકશન મેનેજર તરીકે જીગીશા ચાવડા, પ્રોડયુસર તરીકે આમદ સમી, ડાયરેકટર તરીકે દેવાંગી પટેલ, મ્યુઝીક ડાયરેકટર તરીકે મયુર મડીયા, લેરીકસ પ્રવિણ રાવત, અજય બારોટે સેવા આપી છે. મેક અપ સહાય જાગુબેન ગાંધીએ કરી છે.

અહીં ઉલ્લેખનીય છે કે કોસ્મોસ પ્રોડકશન હાઉસ દ્વારા આ પહેલા પણ હિન્દી સોંગ રજુ થઇ ચુકયા છે. તસ્વીરમાં વિગતો વર્ણવતા સૈયદાખાન અને પાયલ રાજપુત નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા) (૧૬.૧)

(11:51 am IST)