Gujarati News

Gujarati News

News of Thursday, 30th August 2018

મોરબીમાં જલારામ ઉત્સવ સમિતી - લોહાણા મિત્ર મંડળ દ્વારા નિઃશુલ્ક પરિચય મેળો

૧૫ સપ્ટેમ્બર સુધી ફોર્મ વિતરણ : ૩૦મીએ લોહાણા વિદ્યાર્થી ભુવન ખાતે ભવ્ય આયોજન : આયોજક ટીમ 'અકિલા'ના આંગણે

''અકિલા'' કાર્યાલય ખાતે મોરબીમાં શ્રી જલારામ ઉત્સવ સમિતિ તથા લોહાણા મિત્ર મંડળ દ્વારા સપ્ટેમ્બર મહિનામાં યોજાનારા યુવક - યુવતીઓના નિઃશુલ્ક પરિચય મેળાની વિગતો રજૂ કરતા આયોજકો નજરે પડે છે. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)

રાજકોટ તા.૩૦ : મોરબીમાં શ્રી જલારામ ઉત્સવ સમિતી તથા શ્રી લોહાણા મિત્ર મંડળના નેજા હેઠળ તા.૩૦ સપ્ટેમ્બરનાં રોજ યુવક યુવતીઓને નિઃશુલ્ક પરિચય મેળો યોજાશે. જેની માહિતી 'અકિલા' કાર્યાલયે 'અકિલા'ના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રાને આયોજકોએ આપી હતી.

આયોજકોએ 'અકિલા'ને જણાવ્યું હતુ કે, આ પરિચય મેળાના સહ આયોજક શ્રી લોહાણા વિદ્યાર્થી ભવન જીવનધારા વેવિશાળ માહિતી કેન્દ્ર - સમસ્ત પોપટ પરિવાર તથા મોરબી રઘુવંશી સમાજ છે.

નિઃશુલ્ક પરિચય મેળાના આયોજકોએ જણાવ્યું હતુ કે, આ પરિચય મેળાના કાર્યક્રમની શુભ શરૂઆત તા.૩૦-૯-૨૦૧૮ ને રવિવારના રોજ સવારે ૯ વાગ્યાથી સાંજના પ વાગ્યા સુધી રહેશે. શુભ સ્થળ શ્રી લોહાણા વિદ્યાર્થી ભુવન મોરબી છે. આ પરિચય મેળામાં ફોર્મ ભરેલ દરેક ઉમેદવારે બે વાલીઓને સાથે લઇને આવી શકશે. તેમજ દૂરથી આવતા ઉમેદવાર તા.૨૯-૯-૨૦૧૮ને શનિવારના રોજ રાત્રીના આવી શકશે. તેની જાણ આયોજકને કરવાની રહેશે. તેના માટે રહેવા તથા જમવાની નિઃશુલ્ક વ્યવસ્થા કરવામાં આવશે. સવારે ૮ થી ૯ કલાક અલ્પાહાર તથા ચા કોફી તેમજ બપોરે સ્વરૂચી ભોજન સમારંભની પણ વ્યવસ્થા રાખેલ છે.

છઠ્ઠા પરિચય મેળાની સફળતા બાદ સાતમાં પરિચય મેળાનો સુંદર મજાનું આયોજન મોરબીના આંગણે કરવામાં આવી રહ્યુ છે. આ પરિચય મેળામાં ધો.૧૦થી ગ્રેજયુએટ, પોસ્ટ ગ્રેજયુએટ આ પ્રકારના તમામ ભાઇ બહેનો નિઃશુલ્ક ફોર્મ ભરીને આ પરિચય મેળામાં ભાગ લઇ શકશે. તેમજ છુટાછેડાવાળા, દિવ્યાંગ, મોટી ઉંમરવાળા તથા વિધુર યુવક - યુવતીઓ પણ આ પરિચય મેળામાં ભાગ લઇ શકશે. તા.૩૦-૯-૨૦૧૮ને રવિવારના રોજ આ પરિચય મેળાનું આયોજન કરેલ છે. આ મેળાના ફોર્મ મેળવવા માટે દરેક ગામમાં લોહાણા સમાજના કાર્યકર્તા તથા સમાજમાં ચાલતા વેવિશાળ કાર્યાલયમાં ફોર્મ મળશે. દરેક જિલ્લા તથા તાલુકા વાઇઝ ફોર્મ મળશે. આપ જયાંથી ફોર્મ મેળવો તે જ સ્થળે ફોર્મ ભરીને પરત આપશો. ફોર્મ તથા એન્ટ્રી ચાર્જ તદ્દન નિઃશુલ્ક રાખેલ છે. ફોર્મ મોલકવાની છેલ્લી તારીખ ૧૫-૯-૨૦૧૮ને રવિવાર સુધીમાં આપવા વિનંતી.

પરિચય મેળાના ફોર્મ માટે મોરબીમાં શ્રી જલારામ ઉત્સવ સમિતી, શ્રી લોહાણા વિદ્યાર્થી ભવન, વસંત પ્લોટ, ભુપતભાઇ રવેશીયા મો. ૯૮૯૮૦ ૧૫૦૬૬, શ્રી ક્રિષ્ના પ્લાસ્ટીક મહેશભાઇ રાજા મો. ૯૮૭૯૫ ૫૩૦૦૦, પોપટ પરિવાર મોરબી નરેન્દ્રભાઇ પોપટ મો. ૯૮૨૫૩ ૨૪૫૨૭, રાજુભાઇ કાથરાણી (અનમોલ  ટાઇમ) મો. ૯૬૮૭૫ ૧૫૨૩૯, જલારામ વેવિશાળ માહિતી કેન્દ્ર ઘનશ્યામભાઇ પુજારા મો. ૯૯૨૫૯ ૮૫૫૯૯ રાજકોટમાં મનુભાઇ મીરાણી મો. ૯૪૨૮૪ ૬૬૬૬૩, કૌશીકભાઇ રૂ વાળા મો. ૯૮૨૫૦ ૦૫૫૧૭, જગુભાઇ રૂપારેલીયા મો. ૦૨૮૧ - ૨૨૩૯૩૫૯, લક્ષ્મીદાસભાઇ જોબનપુત્રા ફો.૦૨૮૧ - ૨૨૩૯૩૫૯, શ્રી લોહાણા યુવક પ્રગતિ મંડળ ૦૨૮૧ - ૨૨૩૪૭૧૪, રાજુભાઇ જોબનપુત્રા મો. ૯૪૨૬૯ ૬૦૩૮૧, શ્રી રણછોડદાસબાપુ ચેરીટેબલ ટ્રસ્ટ અજયભાઇ સંઘાણી મો. ૯૬૦૧૨ ૭૫૭૭૩, ગોંડલમાં લોહાણા સગપણ સમિતિ વિક્રમભાઇ તન્ના મો. ૯૩૭૪૬ ૪૧૦૦૯, કિરીટભાઇ જીવરાજાની મો. ૯૯૨૫૧ ૨૯૫૪૨, જૂનાગઢમાં ચેતનાબેન મીશ્રાણી મો. ૯૯૮૯૮ ૪૫૪૭૫, જગદીશભાઇ જોબનપુત્રા મો. ૯૮૨૫૬ ૩૫૩૫૨, જલારામ મંદિર ૦૨૮૫ - ૨૬૯૫૮૧૧, વેરાવળ શ્રી લોહાણા મહાજન વાડી અનીષભાઇ રાચ્છ મો. ૯૮૯૮૦ ૪૨૦૪૨, કોડીનાર કિરીટભાઇ વિઠલાણી મો. ૯૨૨૮૮ ૦૦૩૮૦, ઉના, રીટાબેન ગંગદેવ મો. ૯૪૨૮૦ ૩૮૨૨૨, મેંદરડા રાજુભાઇ વિઠલાણી મો.૯૪૨૮૭ ૦૬૮૧૧, પોરબંદર શ્રીમતી દુર્ગોન લાદીવાળા મો. ૯૪૨૬૨  ૪૪૦૮૧, શ્રી લોહાણા સગપણ સેવા સમિતિ હિતેશભાઇ મો. ૯૯૯૮૮ ૩૫૩૫૪, અમરેલી શ્રી લોહાણા મહાજન વાડી અંતુભાઇ સોઢા જેતપુર મુકેશભાઇ તન્ના, જામનગર સંકલ્પ વેવિશાળ માહિતી કેન્દ્ર શ્રી લોહાણા મહાજન વાડી મોદીભાઇ મો. ૯૪૨૮૧ ૨૫૦૦૧, સુરેન્દ્રનગર શ્રી લોહાણા મહાજન વાડી પુનીતભાઇ મો. ૦૨૭૫૨ ૨૨૨૦૮૪, નરેન્દ્રભાઇ પુજારા મો. ૯૮૨૫૭ ૫૨૦૪૬, વાંકાનેર વિનુભાઇ કટારીયા મો. ૯૮૨૫૨ ૨૪૬૩૩, લલીતભાઇ પુજારા મો. ૯૮૨૫૩ ૧૫૫૩૦, અમદાવાદ રાજુભાઇ ઠકકર મો. ૯૯૭૯૨ ૦૫૬૦૫, શ્રી અખીલ ગુજરાત લોહાણા ટ્રસ્ટ મો. ૯૭૨૬૮ ૯૫૦૫૦, શ્રી વૈશ્વિક મહાપરિષદ ઓફીસ હિમાંશુભાઇ ઠકકર ૦૭૯ - ૪૦૦૯૧૦૦૫, આણંદ અતુલભાઇ પાવાગઢી મો. ૯૭૨૭૭ ૫૩૪૩૫, હસુભાઇ કારીયા મો. ૯૮૯૮૦ ૫૮૮૮૮, બોડેલી રક્ષાબેન વિનોદભાઇ ઠકકર ફો. ૦૨૬૬૫ ૨૨૦૨૪૯, બરોડા ધિરજબેન નાગરેચા મો. ૯૮૨૪૨ ૯૨૭૭૬, સુરત ધનવાનભાઇ કોટક મો. ૯૪૦૮૯ ૩૦૫૫૬, શૈલેષભાઇ સોનપાલ મો. ૯૮૯૮૬ ૫૨૧૬૩, શ્રી લોહાણા સમાજ પ્રમુખશ્રી મો. ૯૭૨૬૮ ૯૫૦૫૦ હળવદ કિશોરભાઇ અમૃતલાલ અનડકટ મો. ૯૭૧૨૮ ૫૫૦૦૦, આમરણ રમેશભાઇ વિઠલદાસ કાનાબાર મો. ૯૮૭૯૪ ૮૨૯૪૮ ઉનામાં જલારામ ઓઇલ મીલ વિનયકાંતભાઇ કોટેચા મો. ૯૩૨૮૩ ૧૧૧૧૩, ધનજીભાઇ ભાવાણી - સુરજ કરાડી, શૈલેષભાઇ ગોવાણી - સરા, નીતીનભાઇ ચગ - તલાલા ગીર, મધુબેન ઠકકર - સુરત મો. ૯૮૨૫૯ ૮૬૨૩૪, ભાવીનભાઇ કુંડલીયા સુરત મો. ૯૪૨૭૨ ૬૫૮૬૪ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

શ્રી જલારામ ઉત્સવ સમિતી તથા શ્રી લોહાણા મિત્ર મંડળ મોરબી સંચાલીત નિઃશુલ્ક યુવક - યુવતી પરિચય મેળો - ૨૦૧૮ની વધુ માહિતી માટે આયોજક ભૂપતભાઇ રવેશીયા મો. ૯૮૯૮૦ ૧૫૦૬૬, ૯૬૬૪૮ ૪૫૯૪૫ અથવા મહેશભાઇ રાજા મો. ૯૮૭૯૫ ૫૩૦૦૦ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

'અકિલા' કાર્યાલય ખાતે ભૂપતભાઇ રવેશીયા, મહેશભાઇ રાજા, વિનુભાઇ ચગ, ભરતભાઇ હિરાણી, પી.ડી.સેતા, નવિનભાઇ એસ.રાચ્છ, પરેશભાઇ એચ. રાચ્છ, સી.પી.પોપટ, પ્રફુલભાઇ પોપટ, શૈલેષભાઇ પોપટ, કુલદીપ રાજા ઉપસ્થિત રહ્યા હતા.(૪૫.૩)

(11:50 am IST)