Gujarati News

Gujarati News

News of Thursday, 30th August 2018

સ્વાસ્થ્ય સપ્તાહ સંપન્નઃ થેલેસેમીયા નિદાન- રકતદાન કેમ્પ

શ્રી ઉમિયા માતાજી મંદિર- સિદસર અને રાજકોટ મહાનગરપાલીકાના ઉપક્રમે આયોજીતઃ સુરતના સ્વાસ્થ્ય પ્રેમી પરિવારના ઋષી કૌશીકજીનું માર્ગદર્શનઃ પાટીદાર શ્રેષ્ઠીઓની હાજરી

રાજકોટ : કડવા પાટીદાર કુળદેવી મા ઉમિયાના ધામ ઉમિયા માતાજી મંદિર સિદસરના નેજા હેઠળ અનેક સમાજીક સંસ્થાઓ કાર્યરત છે. જેમાં સંગઠન સમીતી રાજકોટ પ્રેરીત શ્રી ઉમિયા મહીલા સંગઠન સમીતી અને રાજકોટ મહાનગરપાલીકાના સંયુકત ઉપક્રમે ગુરૂપ્રસાદ કોમ્યુનીટી હોલ, સ્વામીનારાયણ ચોક થી આગળ ગોંડલ ખાતે રોડ, સ્વાસ્થ્ય સપ્તાહ સફળતા પૂર્વક યોજાઈ હતી.

 

ઉમિયા મહિલા સંગઠન દ્રારા આયોજીત સ્વાસ્થય સપ્તાહના ઉદ્ઘાટન સમારોહમાં ઉદ્ઘાટક તરીકે શહેર ભાજપ મહિલા મોરચાના પ્રભારી શ્રીમતી અંજલીબેન રૂપાણી અઘ્યક્ષ તરીકે રાજકોટ મહાનગરપાલીકાના મેયર શ્રીમતી બીનાબેન આચાર્ય, તેમજ અતિથિ વિશેષ તરીકે શ્રીમતી સોનલબેન મૌલેશભાઈ ઉકાણી શ્રીમતી જયાબેન નાથાભાઈ કાલરીયા, મહિલા સંગઠન સમિતિ સિદસરના પ્રમુખ શ્રીમતી જયશ્રીબેન ટીલવા ઉપસ્થિત રહયા હતા. સ્વાસ્થ્ય સપ્તાહમાં રાજકોટ મ્યુનીસીપલ કોર્પોરેશન તેમજ પ્રોજેકટ લાઈફ દ્રારા ૧પ થી ૩૦ વર્ષના અપરણીત લોકો માટે થેલેસેમીયા નિદાન કેમ્પ તથા  બી.ટી.સવાણી કીડની હોસ્પિટલ તેમજ ઉમિયા પદયાત્રીક પરિવાર ચેરીટેબલ ટ્રસ્ટ-રાજકોટ દ્વારા રકતદાન કેમ્પ યોજાયો હતો.       

આ સ્વાસ્થ્ય સપ્તાહ દરમ્યાન ઉમિયા માતાજી મંદિર સિદસરના ઉપપ્રમુખ જેરામભાઈ વાંસજાળીયા, મંત્રી જયેશભાઈ પટેલ, પરસોતમભાઈ ફળદુ, જેન્તીભાઈ કાલરીયા, સાંસદ મોહનભાઈ કુંડારીયા, મૌલેશભાઈ ઉકાણી, જગદીશભાઈ કોટડીયા, મુળજીભાઈ ભીમાણી, નાથાભાઈ કાલરીયા, કાંતીભાઈ માકડીયા, સંજયભાઈ કોરડીયા, ડો. વિજય ભટ્ટાસણા, રજનીભાઈ ગોલ, રાજુભાઈ ત્રાંબડીયા, હરીભાઈ કલોલા, કિશન ટીલવા, મુકેશભાઈ મેરજા, ભરતભાઈ ગાજીપરા, વિગેરે ઉપસ્થિત રહયા હતા. સ્વાસ્થ્ય સપ્તાહમાં શિવલાલભાઈ આદ્રોજા, બિપીનભાઈ બેરા ભુપતભાઈ પાચાણી, નરેન્દ્રભાઈ ઘેટીયા, હસમુખભાઈ ચોવટીયા, ગૌતમભાઈ પટેલ, જસ્મીનભાઈ પટેલ તથા રાજેશભાઈ માકડીયા, મનસુખભાઈ પોકાર નો સહયોગ મળ્યો હતો. સ્વાસ્થ્ય સપ્તાહમાં મહિલા સંગઠન સમીતી ઉપલેટા, જસદણ, જુનાગઢતથા કલબ યુવી વિમેન્સ વિંંગ, કડવા પટેલ મહિલા સોશ્યલ ગુ્રપ વિગેરે બહેનોએ ભાગ લઈ પ્રશ્નોતરી દ્વારા સ્વાસ્થ્ય અંગેની જાણકારી મેળવી હતી.        

શ્રી ઉમિયા મહિલા સંઠન સમિતિ દ્વારા  સ્વાસ્થય પ્રત્યે જાગૃતિ અર્થે લોકોના આરોગ્યને ધ્યાનમાં રાખી વિનામૂલ્યે આ સ્વાસ્થય સપ્તાહનું આયોજન કરાયુ હતુ. દરરોજ અલગ-અલગ વ્યાખ્યાનો થકી આયુર્વેદનો પરિચય, પ્રકૃતિ પરીક્ષણ, ડાયાબીટીસ, વંઘ્યત્વ નિવારણ, શરીરના તમામ દુઃ ખાવા, હદયરોગ, રોગપ્રતિકારક શકિત, દિનચર્યા, રોગોના ઉદભવ્ લક્ષણો નિવારણ-સારવાર-અગમચેતીના પગલા, ઘરગથ્થુ જડીબુટી દ્વારા ઉપચારની વિવિધ પઘ્ધતીઓ અંગે સુરતના સ્વાસ્થ્ય પ્રેમી પરિવારના ઋષી કૌશીકજીએ રોગોની માહીતી તેમજ તેમના લક્ષણો અને ઉપાયો અંગે માર્ગદર્શન આપ્યુ હતુ. 

આ સપ્તાહને સફળ બનાવવા માટે કાંતીભાઈ ઘેટીયા તથા પ્રફુલભાઈ કાથરોટીયાના માર્ગદર્શન હેઠળ શ્રી ઉમિયા મહિલા સંગઠન સમીતીના સરોજબેન મારડીયા, ભાવનાબેન રાજપરા, રેખાબેન ત્રાંબડીયા, કિર્તીબેન માકડીયા, પારૂલબેન નાર, નીતાબેન ઘોડાસરા, ભાવનાબેન ભાલોડીયા, નીતાબેન સોળીયા, વર્ષાબેન માકડીયા નયનાબેન માકડીયા, લલિતાબેન કલોલા અલ્કાબેન ચાપાણી વગેરે જહેમત ઉઠાવી રહયા છે.(૩૦.૨)

(11:48 am IST)