Gujarati News

Gujarati News

News of Saturday, 30th July 2022

લમ્પી વાયરસ સંદર્ભે રાજકોટ પોલીસ કમિશનર શ્રી રાજુ ભાર્ગવે બહાર પાડ્યું જાહેરનામું: 21 ઓગષ્ટ સુધી રહેશે અમલમાં

રાજકોટ: હાલમાં ગુજરાત રાજ્યમાં “લમ્પી સ્કીન ડીસીઝ" જોવા મળેલ છે. જેથી આ રોગ વાયરસથી એક પશુ થી બીજા પશુમાં ઝડપથી ફેલાતો હોઇ અને પશુઓમાં એકબીજાના સીધા સંપર્કથી તેમજ પશુઓના શરીર પર ચોટેલી ઇતરડી, માખી, મચ્છર વિગેરેથી પણ ચેપ ફેલાતો હોય છે. સરકારશ્રીના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ, ગાંધીનગરના નોટીફીશકેશનમાં જણાવ્યા મુજબ સદરહું રોગ સબંધે રાજકોટ શહેરને નિયંત્રિત વિસ્તાર તરીકે જાહેર કરવામાં આવે છે. તેમજ નાયબ પશુપાલન નિયામકશ્રી જિલ્લા પંચાયત રાજકોટ દ્વારા રોગના સંક્રમણ / ચેપને ફેલાતો અટકાવવા કાર્યવાહી થઈ રહી હોય પોલીસ કમિશનર શ્રી રાજુ ભાર્ગવ દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જે આ મુજબ છે.

(10:20 pm IST)