Gujarati News

Gujarati News

News of Saturday, 30th July 2022

રાજકોટમાં પોલીસ સ્ટેશનમાં બેસી વીડિઓની રીલ બનાવનાર તોફાની 'રાધા' ની ધરપકડ

પ્ર.નગર પોલીસ મથકના પીઆઇ કે.એ.વાળાએ તાકીદે તપાસના આદેશ આપ્યા: પૂછપરછમાં વિડિઓ બે વર્ષ પહેલા પ્રધ્યુમન નગર પો.સ્ટે. માં આવેલ હોય તે વખતે ઉતારેલ

રાજકોટ :  નામચીન મહિલા તોફાની રાધા પોલીસ સ્ટેશનમાં ઉતારેલા વીડિયોની રીલ બનાવી પોલીસને રીતસર પડકાર ફેંકતી હોય તેવો આ વિડીયો તેણે સોશિયલ મીડિયા પર અપલોડ કર્યેા છે. વિડીયો વાયરલ થયા બાદ પોલીસે તાકીદે તપાસ હાથ ધરી આ યુવતીને ઝડપી લેવા શોધખોળ  કરી છે અગાઉ મારામારી સહિતના ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂકેલી તોફાની રાધા નામનું આઈડી ધરાવનાર વિવાદાસ્પદ યુવતીએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક રીલ અપલોડ કરી છે.

   દરમિયાન એક મહિલાનો પોલીસ સ્ટેશનમાં " તોફાની રાધા" નામે વિડીયો ન્યુઝ ચેનલ મારફત વાયરલ થયેલ હોય અને આ વાયરલ વિડીયો રાજકોટ શહેર પ્રધ્યુમન નગર પોલીસ સ્ટેશનમાં ઉતારેલ હોવાનુ જણાઇ આવેલ હોય જેથી આ વિડીયોમા રહેલ મહિલા રાધિકા હર્ષદભાઇ ધામેચા ઉ.વ.૨૧ રહે. આલાપ ગ્રીન સીટી પાછળ, ડ્રીમ સીટી બ્લોક નં.૩, ઘર નં.૩૦૨, રાજકોટ વાળીની તપાસ કરતા મળી આવતા પુછપરછ કરતા આ વિડીયો પોતે આજથી બે વર્ષ પહેલા પ્રધ્યુમન નગર પો.સ્ટે. માં આવેલ હોય તે વખતે ઉતારેલ હતો. અને આ વિડીયો પોતાના ઇન્સટાગ્રામ એકાઉન્ટમાં અપલોડ કરેલ હોવાનુ જણાવેલ હોય અને આ વિડીયો ઉતારી દેનાર પોતાની સ્ત્રી મિત્ર આશીયાના એકાદ વર્ષ પહેલા ગુજરી ગયેલ હોવાનું જણાવેલ હોય જેથી પોલીસ સ્ટેશનમાં વિડીયો શુટીંગ કરી ઇન્સટાગ્રામમાં અપલોડ કરનાર મહિલાને અટક કરી ધોરણસર કાર્યવાહી કરવામાં આવેલ છે.

(8:59 pm IST)