Gujarati News

Gujarati News

News of Saturday, 30th July 2022

અમદાવાદ જેલમાંથી પેરોલ જંપ કરનાર કેદી જયેશ જાવીયા રાજકોટમાં પકડાયો

પેરોલ ફરલો સ્કવોડે ઝડપી લઇ અમદાવાદ જેલને સોંપ્યો

રાજકોટ,તા. ૩૦ : અમદાવાદ જેલમાંથી પેરોલ જંપ કરનાર કેદીને પેરોલ ફરલો સ્કવોડે રાજકોટમાંથી પકડી લઇ અમદાવાદ જેલમાં ધકેલી દીધો હતો.

મળતી વિગત મુજબ અમદાવાદ જેલમાંથી પેરોલ રજા પર ગયા બાદ દોઢ વર્ષથી ફરાર કેદી જયેશ મનસુખભાઇ જાવીયા (ઉવ.૩૮) (રહે. હંસપુરા ગામે રાધે એપાર્ટમેન્ટ ફલેટ નં. ૨૦૧ નરોડા દેહગામ રોડ અમદાવાદ) રાજકોટમાં આવ્યો હોવાની પેરોલ ફરલો સ્કવોર્ડના હેડ કોન્સ. રાજદીપસિંહ ચૌહાણ, કોન્સ. સિરાજભાઇ ચાનીયા અને યોગેન્દ્રસિંહ ઝાલાને બાતમી મળતા જયેશને પકડી લઇ અમદાવાદ જેલમાં સોંપવામાં આવ્યો હતો. આ કામગીરી પી.એસ.આઇ બી.ટી.ગોહિલ, એ.એસ.આઇ ઝહીરભાઇ હેડ કોન્સ. જયદીપસિંહ, રાજદીપસિંહ, અનિલસિંહ, યોગેન્દ્રસિંહ, યુવરાજસિંહ, મયુરસિંહ, મહિલા કોન્સ. શાન્તુબેન દ્વારા કરવામાં આવી હતી.

(4:10 pm IST)