Gujarati News

Gujarati News

News of Saturday, 30th July 2022

મનપાની ફૂડ શાખા દ્વારા ચાની હોટલ પર દરોડા : ચા-દૂધ-કોફીના નમૂના લેવાયા

રાજકોટ, તા. ૩૦  : મનપાની આરોગ્ય શાખા દ્વારા ફૂડ સેફટી ઓન વ્હીલ્સ વાન દ્વારા ભકિતનગર સર્કલ, ૮૦ ફૂટ રોડથી જલારામ ચોક (ગીતા મંદિર) વિસ્તારમાં ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં દર્શાવેલ વિગતો મુજબ કુલ ૧૭ ખાદ્યપદાર્થના ધંધાર્થીઓને ત્યાં ચકાસણી કરીને ૦૬ વેપારીને લાયસન્સ બાબતે નોટીસ અપાય.  જયારે ફૂડ વિભાગ દ્વારા ફૂડ સેફટી સ્ટાન્ડર્ડ એકટ-ર૦૦૬ હેઠળ (૧) ચા (પ્રિપેર્ડ-લુઝ) તુલસી ટી સ્ટોલ સિલિફોન વેલી પાસે નાના મૌવા રોડ (ર) મિકસ દૂધ અને કોફી (લુઝ) નશીબ હોટેલ હનુમાન મઢીચોક, રૈયા રોડ તથા (૩) મિકસ દૂધ અને ચા (લુઝ) આરાધના ટી એન્ડ સ્નેકસ-૧ર સરદાર નગર કોર્નર તથા જનતા પાસ્ચ્યુરાઇઝડ હોમોઝિનાઇઝડ ટોન્ડ મિલ્ક (૧ લી પેકડમાંથી) ક્રિસેન્ટ બિલ્ડીંગ, રેસકોર્ષ રીંગ રોડ, ચા (પ્રિપેર્ડ-લુઝ) હોટલ કનકાઇ-ક્રિસેન્ટ બિલ્ડીંગ, રેસકોર્ષ રીંગ રોડ ખાતેની ૭ નમૂના લેવામાં આવ્યા છે.

(4:08 pm IST)