Gujarati News

Gujarati News

News of Saturday, 30th July 2022

અકસ્માત વળતરના કેસમાં ઇફકોટોકીયો ઇન્સ્યુરન્સ કંપનીને ર૦ લાખ ચુકવવા હુકમ

રાજકોટ તા. ૩૦: અત્રે ઇફકોટોકિયો જનરલ ઇન્સ્યો કાું.ને ગુજરનારના વારસદારોને કુલ રકમ રૃા. ર૦,૦૦,૦૦૦/- વળતરના ચુકવવાનો કોર્ટે હુકમ કર્યો હતો. બનાવની હકીકત એવી છે કે, તા. ૦૧/૦ર/ર૦૧૭ના રોજ ગુજરનાર વસંતભાઇ હરજીભાઇ શિંગાળા, ઉ.વ.આ. ૪પ, ગુજરનાર પોતાના હવાલાવાળી રીક્ષા નં. જી.જે. ૦૩ ઝેડ પ૮૪૯ લઇને રાજકોટથી બીલીયાળા મુકામે આવેલ ગૌશાળામાં ઘાસ નાખવા માટે નીકળેલ હતા ત્યારે શાપર પાસે પહોંચતા આ કામના સામાવાળા ક્રેઇન નં. જી.જે.૦૩.એ.વાય.૯પ૪૦ ના ચાલકે પોતાના હવાલાવાળી ક્રેઇન પુરઝડપે તથા બેદરકારી પુર્વક ચલાવીને ગુજરનાર વસંતભાઇ શિંગાળાને રીક્ષા સહીત હડફેટે લીધેલ જે અકસ્માતમાં ગુજરનારને ગંભીર પ્રકારની ઇજાઓ થયેલ અને સારવાર બાદ ઇજા પામનાર વસંતભાઇ હરજીભાઇ શિંગાળાનું અવશાન થયેલ જેથી આ બનાવ સબંધે શાપર વેરાવળ પોલીસ સ્ટેશન રાજકોટ ગ્રામ્યમાં ક્રેઇનના ચાલક વિરૃધ્ધ આઇ.પી.સી. ર૭૯, ૩૩૭, ૩૩૮ તથા ૩૦૪(અ) અને મોટર વ્હીકલ એકટની કલમ ૧૩૪, ૧૭૭, ૧૮૪ મુજબનો ગુન્હો દાખલ કરવામાં આવેલ. આ અકસ્માતમાં ગુજરનાર વસંતભાઇ હરજીભાઇ શિંગાળાના વારસદારો દ્વારા રાજકોટ મોટર એકસીડન્ટ કલેઇમ ટ્રીબ્યુનલમાં વળતર મેળવવા અંગે કલેઇમ કેસ દાખલ કરવામાં આવેલ.

અરજદારના એડવોકેટ દ્વારા દલીલો કરવામાં આવેલ અને તે કોર્ટ દ્વારા માન્ય રાખવામાં આવેલછ અને વિવિધ હાઇકોર્ટ તથા સુપ્રીમ કોર્ટના ચુકાદાઓ રજુ રાખેલ તે ધ્યાને લઇને આ અકસ્માતમાં માત્ર અને માત્ર ચાલકની બેદરકારી ઠરાવેલ અને ગુજરનાર વસંતભાઇ હરજીભાઇ શિંગાળાના વારસદારોને રૃા. ર૦,૦૦,૦૦૦/- ચુકવવા રાજકોટ એમ.એ.સી. ટ્રીબ્યુનલ સ્પેશીયલ રાજકોટ. એડીશ્નલ ડીસ્ટ્રીકટ જજ શ્રી પ્રશાંત જૈનની કોર્ટ દ્વારા હુકમ કરેલ છે અને ઉપરોકત હુકમમાં સંપુર્ણ બેદરકારી માત્ર ને માત્ર ક્રેઇનના ચાલકની ગણીને ઇફકોટોકિયો જનરલ ઇન્સ્યો. કંપની સામે ઉપરોકત કેઇસના વળતર રૃા. કુલ રૃા. ર૦,૦૦,૦૦૦/- ચુકવવા હુકમ કરવામાં આવેલ છે. આ કામમાં ગુજરનારના વારસદારો વતી અજય કે. જોષી (એડવોકેટ) તથા પ્રિયાંક જે. ભટ્ટ (એડવોકેટ) તથા પ્રદિપ આર. પરમાર રોકાયેલ હતા.

(4:03 pm IST)