Gujarati News

Gujarati News

News of Saturday, 30th July 2022

ઓનલાઇન ફ્રોડના ગુન્‍હાના વોન્‍ટેડ આરોપીને વેસ્‍ટ બંગાળમાંથી રૂરલ ક્રાઇમ બ્રાંચે ઝડપી લીધો

ભાયાવદરના હાર્દિક સોરઠીયાને નોકરીની લાલચ આપી સુશાંત મિષાીએ ૧.૭૬ લાખની છેતરપીંડી કરી'તી

રાજકોટ તા. ૩૦ : ભાયાવદર પોલીસ સ્‍ટેશનના ઓનલાઇન ફ્રોડના ગુન્‍હાના છેલ્લા એક વર્ષથી નાસતા ફરતા આરોપીને વેસ્‍ટ બંગાળમાંથી રૂરલ ક્રાઇમ બ્રાંચે ઝડપી લીધો હતો.

ફરીયાદી હાર્દિકભાઇ રમેશભાઇ સેરઠીયા રહે. ભાયાવદર વાળાએ પોતાની સાથે કોઇ અજાણ્‍યા ઇસમે નોકરીની લાલચ આપી વિશ્વાસમાં લઇ કુલ રૂા. ૧,૭૬,૭૦૦નું ઓનલાઇન ફ્રોડ કર્યા અંગે ભાયાવદર પોલીસ સ્‍ટેશનમાં પોતાની ફરીયાદ આપેલ હોય, ઉપરોકત ફરીયાદ નોંધાયા બાદ આ કામે તપાસ દરમિયાન આરોપી તરીકે સુશાંત મિષાી શ્રીધર ક્રિષ્‍ના મિષાી રહે. સુકદોઆની વેસ્‍ટબંગાળ વાળાનું નામ ખુલેલ હોય અને આ કામનો આરોપી છેલ્લા એક વર્ષથી નાસતો ફરતો હોય જેથી સદરહું ગુન્‍હાની ગંભીરતા ધ્‍યાને લઇ પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોડએ સદરહું ગુન્‍હાના આરોપીને તાત્‍કાલિક પકડી પાડવા સુચના તેમજ માર્ગદર્શન આપેલ હોય જે અન્‍વયે એલ.સી.બી. રાજકોટ ગ્રામ્‍યના પોલીસ ઇન્‍સ્‍પેકટર વી.વી.ઓડેદરા તથા પો.સબ. ઇન્‍સ. શ્રી એસ.જે.રાણાના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી.ની એક ટીમ વેસ્‍ટ બંગાળ તપાસમાં મોકલેલ હોય અને તપાસ દરમિયાન રાજકોટ ગ્રામ્‍ય એલ.સી.બી.ના પો. હેડ કોન્‍સ. શકિતસિંહ જાડેજા, પો. હેડ કોન્‍સ. વિરાજભાઇ ધાધલ તથા પો. કોન્‍સ. કૌશિકભાઇ જોષી નાઓને મળેલ ચોક્કસ હકીકત આધારે આ કામે આરોપી વેસ્‍ટ બંગાળના જલપાઇગુરી જિલ્લાના મલબજાર પોલીસ સ્‍ટેશન વિસ્‍તારમાંથી પકડી પાડી કાયદેસર કાર્યવાહી કરેલ છે. આ કાર્યવાહીમાં પો. સબ ઇન્‍સ. આર.એલ. ગોયલ (ઉપલેટા પોલીસ સ્‍ટેશન), પો. હેડ કોન્‍સ. શકિતસિંહ જાડેજા, વિરાજભાઇ ધાધલ તથા પો. કોન્‍સ. કૌશિકભાઇ જોશી, મેહુલભાઇ સોનરાજ, ઘનશ્‍યામસિંહ જાડેજા તથા ભાવેશભાઇ મકવાણા સહિતનો સ્‍ટાફ જોડાયો હતો.

(4:01 pm IST)