Gujarati News

Gujarati News

News of Saturday, 30th July 2022

કાલે અનુસૂચિત જાતિના ૧૫૦ તેજસ્વી છાત્રોને શૈક્ષણિક કીટ, શિલ્ડ, પ્રમાણપત્રથી સન્માનીત કરાશે

અખિલ ભારતીય બૌદ્ધ ધમ્મ સંઘ એન્ડ એજયુકશેન ટ્રસ્ટ દ્વારા

રાજકોટઃ અખિલ ભારતીય બૌદ્ધ ધમ્મસંઘ એન્ડ એજયુકેશન ટ્રસ્ટ, રાજકોટ દ્વારા તા.૩ને રવિવારે સવારે ૯.૩૦ કલાકે ડો.બાબાસાહેબ આંબેડકર જ્ઞાતિ (દાસીજીવનપરા ઉત્કર્ષ સ્કુલ સામે) ખાતે તેજસ્વી વિદ્યાર્થીઓ (ધોરણ ૧૦–૧૨) માટે, ભવ્ય તેજસ્વી વિદ્યાર્થી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવેલ છે.

જેમાં અનુસૂચિત જાતિના ૧૫૦થી વધુ વિદ્યાર્થીઓને શિલ્ડ, પ્રમાણપત્ર અને શૈક્ષણિક કીટ આપી સન્માન કરવામાં આવશે.

આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સંસ્થાના રાષ્ટ્રીય પ્રમુખ શાંતાબેન મકવાણા, ખોડાભાઇ પારધી, મગનભાઇ પરમાર સંગઠન મંત્રી, જાગૃતિબેન એડવોકેટ દિલીપભાઇ સોલંકી, સચિવ બીજલભાઇ મકવાણા, બાબુભાઇ મકવાણા, કરશનભાઇ મકવાણા, દેવશીભાઇ દાફડા, હિંમતભાઇ મયાત્રા, તુલસીભાઇ મકવાણા, અસ્મિતાબેન ગઢીયા, મીનાક્ષીબેન પરમાર, રમેશભાઇ ચાવડા, હિરાભાઇ ચાવડા, ડાયાભાઇ શેઠીયા, છગનભાઇ સિંઘવા વિગેરે જહેમત ઉઠાવી રહયા છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(3:49 pm IST)