Gujarati News

Gujarati News

News of Saturday, 30th July 2022

કાલે રફી સાહેબની પુણ્યતિથિઃ આમંત્રીતો માટે જુના ગીતોનો કાર્યક્રમ

એક શામ રફી કે નામ : પૂજા ઓરકેસ્ટ્રા દ્વારા આયોજન

રાજકોટઃ મોહમ્મદ રફી સાહેબની ૪૨મી પુણ્ય તિથિ નિમિતે તેમને શ્રધ્ધાંજલી અર્પતો ફકત જુના-ગીત સંગીતનો આમંત્રીત મહેમાનો માટેનો કાર્યક્રમ તા.૩૧ ને રવિવાર રાત્રે ૯:૩૦ કલાકે અરવિંદભાઇ મણિયાર હોલ ખાતે રાખવામાં આવેલ છે. પુજા ઓરકેસ્ટ્રા રાજકોટ તરફથી આયોજીત આ કાર્યક્રમમાં મુખ્ય કલાકાર કિશોર જોશી, જતિન, પ્રણવ, તન્વી, દેવાંસી, દીપક(જોશી) તથા વિમલ પંડયા અને રાકેશસિંહ પોતાના ગીતો રજૂ કરશે.

આ પ્રોગ્રામમાં સ્વ રફી સાહેબ ઉપરાંત મન્નાડે,મૂકેશ, મહેન્દ્ર કપુર, હેમંતકુમાર તલત, મેહમૂદ, કિશોરદા, લતાજી,સુમન કલ્યાણાગર અને ભૂપેન્દરે ગાયેલા ગીતો રજૂ થશે. સંગીતના ચાહકોએ મો. ૯૮૨૫૩૦૬૫૬૩ ઉપર સંપર્ક કરી પાસ મેળવી લેવા યાદીમાં જણાવાયુ છે.

(3:47 pm IST)