Gujarati News

Gujarati News

News of Saturday, 30th July 2022

શ્રી પુજીત ટ્રસ્ટ દ્વારા વિજયભાઈ રૃપાણીના જન્મદિને બહેનો માટે નિઃશુલ્ક મેમોગ્રાફી તપાસ કેમ્પ

બેતાલા ચશ્માનું વિતરણઃ ચિલ્ડ્રન હોમ ફોર બોયઝના બાળકોને સાઉથ ઈન્ડિયન ભોજન જમાડવામાં આવશે

રાજકોટઃ ે શ્રી પુજીત રૃપાણી મેમોરીયલ ટ્રસ્ટ છેલ્લા ૨૮ વર્ષથી કાર્યરત છે.  આગામી ૨ ઓગસ્ટનાં ટ્રસ્ટના ચેરમેન, રાજકોટના પનોતાપુત્ર, સંવેદનશીલ,  પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૃપાણીના  જન્મદિનને સેવાદિન તરીકે ઉજવણી કરવાના ભાગરૃપે સ્ત્રીઓમાં થતા સ્તન કેન્સરના ગંભીર રોગ અંગે જાગૃતતા આવે અને યોગ્ય સમયે તેનું પરીક્ષણ થઈ શરૃઆતથી જ સારવાર થઈ શકે તે માટે  વોર્ડ નં.૧ ભાજપ અને ભાજપ મહિલા મોરચાના સહયોગથી નિઃશુલ્ક મેમોગ્રાફી તથા સોનોગ્રાફી કેમ્પનું આયોજન શ્યામનગર આરોગ્ય કેન્દ્ર, શ્યામનગર શેરી નં.૩/૪નો ખૂણો, બીલેશ્વર મંદિર પાછળ, લાખના બંગલા પાસે, ગાંધીગ્રામ, ૧૫૦ ફૂટ રિંગ રોડ, રાજકોટ ખાતે સવારે ૯ થી ૧૧ દરમ્યાન મહિલાઓ માટે મેમોગ્રાફી તથા સોનોગ્રાફી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

આ કેમ્પમાંના નામાંકિત કેન્સર સ્પેશ્યાલીસ્ટ અને ગાયનેક ડોકટરો દ્વારા સેવા આપવામાં આવશે. ડો. બબીતાબેન હપાણી, ડો.શૈલીબેન મોદી, ડો.બેલાબેન ટોળિયા તથા સૌરાષ્ટ્ર કેન્સર કેર એન્ડ  રિચર્સ ઇન્સ્ટિટ્યૂટના ડોકટરો દર્દીઓનું સ્ક્રીનીંગ કરશે અને જેમને જરૃર જણાય તેમને વિનામૂલ્યે મેમોગ્રાફી તથા સોનોગ્રાફી કરી આપશે.

આ ઉપરાંત શ્રી પુજીત રૃપાણી મેમોરિયલ ટ્રસ્ટ, રોટરી કલબ ઓફ રાજકોટ મીડટાઉન અને આર. કે. જૈન ફાઉન્ડેશનના સંયુકત ઉપક્રમે આંખના જરૃરિયાતમંદ દર્દીઓને વાંચવાના નંબર વાળા(બેતાળા)  ચશ્મા  નિઃશુલ્ક વિતરણ કેમ્પ ટ્રસ્ટના ભવન 'કિલ્લોલ',  ૧-મયુર નગર,  પૂર્વઝોન મ્યુનિસિપલ ઓફિસ સામે,  ભાવનગર રોડ ખાતે તા.૨ મંગળવારે સાંજે ૪ થી ૬ દરમ્યાન રાખવામાં આવેલ છે.  જરૃરિયાતમંદ દર્દીઓને  આ કેમ્પનો લાભ લેવા ટ્રસ્ટી શ્રીમતી અંજલીબેન રૃપાણીએ અપીલ કરી છે.  

આ કેમ્પને સફળ બનાવવા ટ્રસ્ટી શ્રી મહેશભાઇ ભટ્ટ તથા મેડિકલ કમિટીના  શ્રી અમીનેશભાઈ રૃપાણી,  ડો.જૈમનભાઈ ઉપાધ્યાય,  ડો.નયનભાઈ શાહ,  ડો.વિભાકર વચ્છરાજાની,  દિવ્યેશભાઈ અઘેરા,  બીપીનભાઈ વસા તથા વહીવટી અધિકારી શ્રી ભાવેનભાઈ ભટ્ટ જહેમત ઉઠાવી રહ્યા છે. વધુ માહિતી માટે તથા રજીસ્ટ્રેશન માટે ટ્રસ્ટના ભવન ખાતે રૃબરૃ અથવા ફોન નં.૦૨૮૧-૨૭૦૪૫૪૫, મોબાઈલ નં.૮૮૬૬૮૯૮૮૨૭ પર સંપર્ક કરવા એક યાદીમાં જણાવાયું છે. આ ઉપરાંત વોર્ડ નં.૩ ભાજપ કાર્યકર્તા દ્વારા ચિલ્ડ્રન હોમ ફોર બોયઝના બાળકોને સાંજે સાઉથ ઇંડિયન ભોજન જમાડવામાં આવશે.

(3:46 pm IST)