Gujarati News

Gujarati News

News of Saturday, 30th July 2022

સોમવારથી રાજકોટ હેડ પોસ્ટ ઓફીસ ખાતે વિવિધ કેટેગરીના એકાઉન્ટ ખોલવા મેગા કેમ્પ

રાજકોટ તા. ૩૦ :.. રાજકોટ પોસ્ટ ઓફીસની યાદી ઉમેરે છે કે તા. ૧-૮-ર૦રર (સોમવાર) થી ૬-૮-ર૦રર (શનિવાર) સુધી રાજકોટ હેડ પોસ્ટ ઓફીસ ખાતે અલગ અલગ કેટીગરીના ખાતા ઓપનીંગની મેગા ડ્રાઇવ રાખવામાં આવેલ છે. પોસ્ટ ઓફીસમાં દરેક પ્રકારના ખાતાનો વ્યાજદર સામાન્યતઃ વધારે છે પ૦૦ રૃપિયાના મિનીયમ બેલેન્સ સાથે બચત ખાતું ખોલી નેટબેંકિંગ, મોબાઇલ બેકીંગ એટીએમ જેવી સુવિધાનો લાભ મળે છે. આ ઉપરાંત, આરડી, એમઆઇએસ, એનએકસી-કેવીપી  સર્ટીફીકેટ, ટીડી, પીપીએફ, એસએસએ જેવા ખાતાની સ્કીમ પોસ્ટ ડીપાર્ટમેન્ટમાં છે. ભારત સરકાર દ્વારા ૧૦ કે તેથી નાની બાળકીઓ માટે સુકન્યા સમૃધ્ધિ યોજના સૌથી લાભદાયક છે, જેમાં વ્યાજદર અન્ય સ્કીમ કરતાં સૌથી વધારે છે. જેની માહિતી મેળવવા તેમજ ખાતું ખોલાવવા માટે તા. ૧-૮-ર૦રરના રોજ સવારે ૧૦ વાગ્યેથી રાજકોટ હેડ પોસ્ટ ઓફીસ ખાતે મેગા કેમ્પનું આયોજન કરેલ છે. જે માટે ૧૦ વર્ષથી નીચેની બાળકીના  વાલીઓ જરૃરી ડોકયુમેન્ટ તેમજ રૃપિયા રપ૦ સાથે લાવી સુકન્યા સમૃધ્ધિ ખાતું તાત્કાલીક ખોલી આપવામાં આવશે.

(3:44 pm IST)