Gujarati News

Gujarati News

News of Saturday, 30th July 2022

રાજકોટના ચીફ ન્યાયાધીશની પુત્રી ધનવી કાલે રનર્સઅપ વિજેતા

ઓલ ઇન્ડિયા ટેનીશ ચેમ્પીયન સ્પર્ધામાં

રાજકોટ, તા.૩૦: રાજકોટ ખાતે ઓલ ઇન્ડિયા ચેમ્પીયનશીપ સીરીઝ બોયસ તેમજ ગર્લ્સ અન્ડર ૧૬ યોજાઇ હતી. જેમાં રાજકોટના ચીફ જજ શ્રી કાલેની પુત્રી ધનવી કાલે રનર્સ અપ વિજેતા થયેલ હતી.

રાજકોટ ખાતે રેસકોર્ષમાં આવેલ ટેનીસ ગ્રાઉન્ડમાં ઓલ ઇન્ડિયા ચેમ્પીયનશીપ સીરીઝ બોયઝ અને ગર્લ્સ અન્ડર ૧૬નું આયોજન કરવામાં આવેલ. આ ટુર્નામેન્ટમાં અલગ અલગ ૭ રાજયોના ખેલાડીઓએ ભાગ લીધો હતો. ટુર્નામેન્ટમાં ગર્લ્સ અન્ડર ૧૬માં વિજેતા ધનવી કાલે, પ્રાચી રાણા અને બોયસમાં જેવીન કાનાણી, આંકાક્ષ સુબ્રમુનીયમ થયેલ, ડબલ ૧૬ ગર્લ્સમાં ફાઇનલ વિજેતા નિત્યા, રાવ, વર્તીકા મિસ્ત્રી તથા રનર્સઅપ વિજેતા ધનવી કાલે અને હિરવા રંગાણી, ડબલ્સ ૧૬ બોયસમાં ફાઇનલ વિજેતા જેવીન કાનાણી અને નીલ પરમાર જયારે રનર અપ વિજેતા અક્ષત સુબ્રમુનીયમ અને આંકાક્ષા સુબ્રમુનીયમ થયેલ.

આ ટુર્નામેન્ટનું આલીયા ટેનિસ એકેડમીના ભાવેશ રંગાણી, વર્ષા રંગાણી અને વિકી સૌમયા, સુરભ રઘુવંશી દ્વારા કરવામાં આવેલ. આ ટુર્નામેન્ટમાં ફાઇનલ ઇનામ વિતરણ કાર્યક્રમમાં રાજકોટના એડી.ચીફ. જજશ્રી કાલે તથા એસ.જે. પંચાલ રાજકોટના પોલીસ કમીશ્નર રાજુ ભાર્ગવના હસ્તે ટુર્નામેન્ટમાં વિજેતા થયેલ રમતવીરોને પ્રોત્સાહીત કરેલ હતા.

(3:43 pm IST)