Gujarati News

Gujarati News

News of Saturday, 30th July 2022

રાજકોટમાં ગઇકાલે કોરોનાના ૨૯ રિપોર્ટ પોઝિટિવ આવ્‍યા

હાલ ૨૪૩ દર્દીઓ સારવારમાં: કુલ કેસનો આંક ૬૪,૪૭૩એ પહોંચ્‍યોઃ ગઇકાલે ૨૫ દર્દીઓ સાજા થયા

રાજકોટ તા. ૩૦ : શહેરમાં ગઇકાલે કોરોનાના ૨૯ કેસ નોંધયા છે. જયારે ૨૫ દર્દી સાજા થયા હતા. હાલ ૨૪૩ દર્દીઓ સારવાર હેઠળ છે. આજે બપોરે ૧૨ વાગ્‍યા સુધીમાં એકપણ કેસ નોંધાયો નથી. શહેરમાં અત્‍યાર સુધીમાં કુલ ૬૪,૪૭૩ પોઝિટિવ કેસ નોંધાઇ ચૂક્‍યા છે. જ્‍યારે આજ દિન સુધીમાં કુલ ૬૩,૭૩૧ દર્દીઓએ કોરોનાને હરાવ્‍યો છે. ગઇકાલે કુલ ૧૨૨૭ સેમ્‍પલ લેવાયા હતા. જેમાં ૨૯ કેસ નોંધાતા પોઝિટિવ રેટ ૨.૩૬ ટકા થયો હતો. આજ દિન સુધીમાં ૧૮,૯૪,૨૦૪ લોકોના ટેસ્‍ટ કરવામાં આવ્‍યા છે. જેમાંથી ૬૪,૪૭૩ સંક્રમિત થતા પોઝિટિવ રેટ ૩.૪૦ ટકા થયો છે. રિકવરી રેટ ૯૮.૮૪ ટકાએ પહોંચ્‍યો છે.

(3:38 pm IST)