Gujarati News

Gujarati News

News of Saturday, 30th July 2022

વાવડીમાં તાલુકા મામલતદાર કરમટાનું બુલડોઝર ફર્યું: પ કરોડની જમીન ખુલ્લીઃ ૮ કોમર્શીયલ દબાણોનો ભૂકકો

કલેકટરની સુચના બાદ સવારથી કાર્યવાહીઃ છાપરા-વંડા-મકાન તોડી પડાયા : વાવડીના દબાણ હટાવ ઓપરેશનમાં પ્રાંત-મામલતદાર સહિત એક પણ ઉચ્‍ચ અધિકારી હાજર નથીઃ મેળાની હરરાજી ચૂંટણી પંચની તાલીમ નડી ગઇઃ ર૦ દબાણકર્તાઓને નોટીસ ફટકારાઇ અને માત્ર ૮નું દબાણ દૂર કરાયું નાયબ મામલતદારોથી કામ ચલાવાયું!! : વાવડી સર્વે નં. ૧૪૯માં તાલુકા મામલતદાર શ્રી કરમટાએ કોમર્શીયલ બાંધકામો ઉપર બૂલડોઝર ફેરવી દઇ પ કરોડની સરકારી જમીન ખૂલ્લી કરાવી હતી.

રાજકોટ તા. ૩૦: રાજકોટ જીલ્લા કલેકટરની સૂચના બાદ આજે સવારે ૧૦ વાગ્‍યાથી વાવડી સર્વે નં. ૧પ૦ પૈકીની સરકારી ખરાબાની જમીન ઉપર ઉભા થઇ ગયેલા ૮ થી ૧૦ કોર્મશીયલ દબાણો ઉપર તાલુકા મામલતદાર શ્રી કરમટા અને સ્‍ટાફે બૂલડોઝર ફેરવી દઇ ૧ હજાર ચો.મી.થી વધુ જગ્‍યા ખુલ્લી કરાવી હતી.

મામલતદાર તંત્ર દ્વારા ૮ થી ૧૦ દિવસ પહેલા નોટીસ ફટકારાઇ હતી, આમ છતાં જગ્‍યા ખાલી ન કરાતા, ઉભા થઇ ગયેલા ર થી ૩ કોર્મશીયલ બાંધકામો, એક નાનું કારખાનું, વંડા, છાપરાવાળા બનાવાયેલા શેડ, એક મકાન તોડી પડાયા હતા, પોલીસનો સઘન બંદોબસ્‍ત રખાયો હતો, સર્કલ ઓફીસર સંજય કથીરીયા, જીતેન્‍દ્ર દેકીવાડીયા, તલાટીઓ જેસીબી સાથે સવારે ૧૦ વાગ્‍યાથી દોડી ગયા હતા, પીજીવીસીએલની ટીમે કનેકશન કાપી નાંખ્‍યા બાદ બુલડોઝર ફેરવી દેવાયું હતું, મામલતદાર શ્રી કરમટાએ ‘‘અકિલા'' સાથેની પ્રાથમિક વાતચીતમાં ઉમેર્યું હતું કે અંદાજે પ કરોડની ૧ હજાર ચો.મી. જગ્‍યા ખુલ્લી કરાવાઇ છે.

(3:37 pm IST)