Gujarati News

Gujarati News

News of Saturday, 30th July 2022

લોકમેળોઃ આઇસ્‍ક્રીમના ચોકઠામાં તંત્રને મબલખ આવકઃ અપસેટ પ્રાઇઝ કરતા પ૦ હજારથી ૧ાા લાખ વધુ

૧૦ ચોકઠામાં ૬ાા થી ૭ લાખની આવકઃ હવે ર ઓગસ્‍ટે યાંત્રીકની હરરાજી

રાજકોટ તા. ૩૦ :.. રાજકોટમાં યોજાનાર લોકમેળા અંગે તડામાર તૈયારીઓ ચાલી રહી છે, આજે સીટી પ્રાંત-ર શ્રી સંદિપ વર્માના માર્ગદર્શન હેઠળ આઇસ્‍ક્રીમના ૧૬ ચોકઠા માટે બપોરે ૧રાા થી હરરાજી શરૂ થઇ છે, બપોરે ર સુધીમાં ૧૦ ચોકઠા વેચાઇ ગયા છે, જેમાં તંત્રને ૬ાા થી ૭ લાખની જબરી આવક થઇ છે, આઇસ્‍ક્રીમમાં અપસેટ પ્રાઇઝ ર લાખ ૭પ હજારની છે, પહેલા ર સ્‍ટોલ ૩ લાખ ૩૦ હજાર તો ૩ લાખ ૬૦ હજારમાં ગયા હતા, આ પછી પણ વધુ બોલી અન્‍ય ચોકઠામાં લાગી અને તેમાં એક સ્‍ટોલ ૪ લાખ રપ હજારે વેચાયાનું અધિકારી સુત્રોએ ઉમેર્યુ હતું. તેમણે જણાવેલ કે બપોરે ર સુધીમાં ૧૦ સ્‍ટોલ વેચાયા તે તમામ ૩ લાખ ર૦ હજાર ઉપર ગયા છે, હજુ ૬ ચોકઠાની હરરાજી બાકી છે. કલેકટર તંત્રને મેળો ફળ્‍યો છે, હવે ર ઓગસ્‍ટે યાંત્રીકના ૪૪ સ્‍ટોલની સવારે ૧૧-૩૦ વાગ્‍યે હરરાજી થશે.

(3:36 pm IST)