Gujarati News

Gujarati News

News of Saturday, 30th July 2022

કાલે કોરોના રસીકરણ ચાલુ રહેશે

૧૮ વર્ષથી મોટી ઉંમરના માટે વિનામૂલ્‍યે પ્રિકોશન ડોઝ, પ્રથમ અને બીજો ડોઝ અપાશે

રાજકોટ, તા. ૩૦ : આવતીકાલ તા. ૩૧ જુલાઇને રવિવારના રોજ રાજકોટ મહાનગરપાલિકાનાં ૨૩ આરોગ્‍ય કેન્‍દ્ર તેમજ પદ્મકુંવરબા હોસ્‍પિટલ તથા સિવિલ હોસ્‍પિટલ ખાતે કોરોના વેક્‍સીનેશન ચાલુ રાખવામાં રહેશે, જેમાં ૧૮ થી ૫૯ વર્ષનાં તમામ નાગરિકો માટે કોરોના વેકસીનનો પ્રિકોશન ડોઝ વિનામૂલ્‍યે આપવામાં આવશે, જે નાગરિકોએ કોરોના વેકસીનનો બીજો ડોઝ લીધો હોય તેને છ  મહિના પૂર્ણ થયા હોય તે તમામ નાગરિકો પ્રિકોશન ડોઝ લઇ શકશે.

ઉપરાંત ૬૦ વર્ષથી મોટી ઉંમરના નાગરિકો પણ કોરોના વેકસીનનો પ્રિકોશન ડોઝ લઇ શકશે. તેમજ વેક્‍સીનનાં પ્રથમ અને બીજા ડોઝમાં બાકી રહેલા નાગરિકો પણ વેક્‍સીન લઈ શકશે, તેમ મેયરશ્રી ડૉ. પ્રદિપ ડવ, સ્‍ટેન્‍ડિંગ કમિટી ચેરમેનશ્રી પુષ્‍કરભાઇ પટેલ, ઇન્‍ચાર્જ મ્‍યુનિ. કમિશનરશ્રી અરુણ મહેશ બાબુ અને આરોગ્‍ય સમિતિ ચેરમેનશ્રી ડૉ. રાજેશ્રીબેન ડોડીયાએજણાવ્‍યું હતું.

(3:32 pm IST)