Gujarati News

Gujarati News

News of Saturday, 30th July 2022

લમ્‍પી ડીસીઝનું ૩ દિ'માં ૧૮૮૩ પશુઓનું વેક્‍સીનેશન : શહેરમાં કુલ ૯૭૧૨ રસી અપાઇ

મનપા, પશુપાલન વિભાગ તથા જિલ્લા પંચાયત દ્વારા

રાજકોટ તા. ૩૦ : શહેરમાં લમ્‍પી સ્‍કિન ડીઝિસ ફેલાતો અટકાવવા માટે મહાનગરપાલિકા અને પશુપાલન વિભાગ,ᅠજિલ્લા પંચાયત,ᅠરાજકોટ દ્વારા પશુઓ માટે વેકસીનેશન ડ્રાઈવ તા.૨૬થી શરૂ કરાયેલ છે.

શહેરમાં વસતા પશુપાલકોનાં પશુઓને તથા ગૌશાળા-પાંજરાપોળ સંસ્‍થાનાં પશુઓને વિના મુલ્‍યે લમ્‍પી સ્‍કિન ડીઝિસ થતો અટકાવવા માટે વેક્‍શિનેશન આપવામાં આવી રહી છે. જે અંતર્ગત તા. ૨૬ના રોજ કુલ - ૫૫૭ પશુઓ,ᅠતા.૨૭ના રોજ કુલ- ૬૫૬ પશુઓ,ᅠતા.૨૮ના રોજ કુલ - ૬૭૦ પશુઓને વેક્‍શિનેશન આપવામાં આવેલ છે.

હાલ રાજકોટ શહેરમાં કુલ ૧૪ લાઈવસ્‍ટોક ઈન્‍સ્‍પેકટર દ્વારા પશુઓને વેક્‍શિનેશન કરવામાં આવે છે.  મહાનગરપાલિકા વિસ્‍તારમાં અત્‍યાર સુધીમાં પશુપાલન વિભાગ,ᅠસ્‍વૈચ્‍છિક સંસ્‍થાઓ દ્વારા,ᅠસ્‍વૈચ્‍છિક રીતે તથા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવેલ રસીકરણની સંખ્‍યા ૯૭૧૨ છે.  મહાનગરપાલિકાના વિસ્‍તારમાં વેક્‍શિનેશન ઝડપથી પશુઓમાં લમ્‍પી સ્‍કિન ડિઝીઝ ફેલાતો અટકશે.ઉપરાંત રાજકોટ શહેરમાં લમ્‍પી સ્‍કિન ડિઝીસનાં રસીકરણ માટે જીવદયાઘર રાજકોટ ૭૫૦૦ રસી, દિનાબેન રમેશભાઇ ડાભી (હસ્‍તે ટીનાભાઇ ડાભી) રાજકોટ ૫૦૦૦ રસી, પ્રફુલભાઇ નડીયાપરા - રાજકોટ દ્વારા ૨૫૦૦ રસીનો સહયોગ પુરો પાડયો છે.

(3:31 pm IST)