Gujarati News

Gujarati News

News of Saturday, 30th July 2022

વાહન ચોરીના અનેક ગુનામાં સામેલ મયુરસિંહ ગોહિલ પાસામાં ધકેલાયો

ગાંધીગ્રામ પોલીસે વોરંટની બજણી કરી અમદાવાદ જેલ હવાલે કર્યો

રાજકોટ તા. ૩૦ : શહેરના અલગ-અલગ વિસ્‍તારમાં વાહન ચોરીના અનેક ગુનામાં સામેલ શખ્‍સને પાસામાં ધકેલી દીધો છે.

મળતી વિગત મુજબ શહેરના જુદા-જુદા વિસ્‍તારમાં વાહન ચોરીના અનેક ગુનામાં સામેલ મયુરસિંહ બાબભા ગોહિલ (ઉ.૩૨) (રહે. રામાપીર ચોકડી પાસે  શાષાીનગર શેરી નં. ૭)ને પાસામાં ધકેલવા માટે પીસીબી શાખાના પીઆઇ એમ.બી. નકુમ, હેડ કોન્‍સ. રાજુભાઇ દહેકવાલ સહિતે દરખાસ્‍ત કરતા પોલીસ કમિશનર શ્રી રાજુ ભાર્ગવે વોરંટ ઇશ્‍યુ કરતા ગાંધીગ્રામ પોલીસે મયુરસિંહ બાબભા ગોહિલ (ઉ.૩૨) (રહે. શાષાીનગર શેરી નં. ૭ રામાપીર ચોકડી)ની પાસા હેઠળ અટકાયત કરી અમદાવાદ જેલમાં ધકેલી દીધો હતો. વોરંટની બજવણી પી.આઇ. જી.એમ.હડીયા, એ.એસ.આઇ. હિરાભાઇ, હેડ કોન્‍સ. ખોડુભા જાડેજા, સલીમભાઇ, શબ્‍બીરભાઇ, ઇન્‍દ્રજીતસિંહ, રાહુલગીરી, શકિતસિંહ, ભરતભાઇ, ગોપાલભાઇ, દિનેશભાઇ, ગોપાલભાઇ સહિતે કરી હતી.

(3:44 pm IST)