Gujarati News

Gujarati News

News of Saturday, 30th July 2022

કણકોટમાં કમલેશનો ઝેર પી આપઘાત

બે મહિના પહેલા જ એમપીથી આવ્‍યો હતોઃ પત્‍નિ સગર્ભાઃ બેભાન હાલતમાં જ મૃત્‍યુ પામ્‍યોઃ કારણ જાણવા પોલીસ તપાસ યથાવત

રાજકોટ તા. ૩૦: કાલાવડ રોડ પર કણકોટ ગામે શૈલેષભાઇની વાડીમાં રહી મજૂરી કરતાં મુળ મધ્‍ય પ્રદેશના કમલેશ અમરૂભાઇ અનારે (ઉ.૨૨) નામના યુવાને ગુરૂવારે સવારે ઝેરી દવા પી લેતાં સિવિલ હોસ્‍પિટલમાં સારવાર હેઠળ હતો. તેનું આજે મોત નિપજતાં પરિવારમાં અરેરાટી વ્‍યાપી ગઇ હતી. કમલેશ બે મનિા પહેલા જ વતનથી અહિ મજૂરીએ આવ્‍યો હતો અને પત્‍નિ અનિતા તથા ભત્રીજા સાથે રહેતો હતો. તેની પત્‍નિ હાલમાં સગર્ભા છે. ગુરૂવારે તેણે ભત્રીજાને ફોન કરી પોતે દવા પી ગયો છે તેમ કહ્યું હતું. એ પછી પત્‍નિ શોધવા જતાં વાડીમાંથી ઝેર પીધેલી હાલતમાં બેભાન મળ્‍યો હતો. બેભાન હાલતમાં જ મોત થયું હોઇ કારણ જાણવા મળ્‍યું નથી. તે ચાર ભાઇમાં ત્રીજો હતો. તાલુકા પોલીસે તપાસ હાથ ધરી છે.

(3:10 pm IST)