Gujarati News

Gujarati News

News of Saturday, 30th July 2022

ઇ-એફઆઇઆર સુવિધાની માહિતી આપવા ગાંધીગ્રામના આશાપુરા મંદિરમાં કાર્યક્રમ યોજાયોઃ કોર્પોરેટર, આગેવાનો, રહેવાસીઓની હાજરી

રાજકોટઃ મોબાઇલ ફોન અને વાહન ચોરીના બનાવમાં ઇ-એફઆઇઆર એટલે કે ઓનલાઇન ફરિયાદ નોંધાવવાની સુવિધા શરૂ થઇ હોઇ લોકો આ સુવિધાનો વધુને વધુ ઉપયોગ કરે અને તે અંગેની માહિતી લોકોને આપી શકાય તે માટે ગાંધીગ્રામ પોલીસ દ્વારા આશાપુરા મંદિર ખાતે એક કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ઓનલાઇન ઇ-એફઆઇઆર કઇ રીતે નોંધાવી શકાય અને લોકો વધુને વધુ આ સુવિધાનો ઉપયોગ કરે તેની માહિતી આપવામાં આવી હતી. જેમાં કોર્પોરેટર ડો. અલ્‍પેશ મોરઝરીયા, દુર્ગાબા જાડેજા અને વોર્ડના આગેવાનો, કાર્યકરો અને રહેવાસીઓ હાજર રહ્યા હતાં. પીએસઆઇ જનકસિંહ જે. રાણા સહિતે વિગતો જણાવી હતી.

(3:09 pm IST)