Gujarati News

Gujarati News

News of Saturday, 30th July 2022

ગુંદાવાડીમાં ટ્રાન્‍સપોર્ટની ઓફિસમાં તસ્‍કરના પગલાઃ સીસીટીવીમાં દેખાયો

પરચુરણની ચોરીઃ લાકડાનો દરવાજો તોડી ઓફિસના મંદિરમાંથી પૈસા ચોર્યા

રાજકોટ તા. ૩૦: ગુંદાવાડી મેઇન રોડ પર આવેલી યદુનંદન નામની ટ્રાન્‍સપોર્ટની ઓફિસમાં લાકડાનો દરવાજો તોડી ચોર અંદર ઘુસી ઓફિસમાં આવેલા મંદિરમાંથી પરચુરણની ચોરી કરી ગયો હતો. તસ્‍કર સીસીટીવી કેમેરામાં કેદ થતાં આ અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી. ટ્રાન્‍સપોર્ટની ઓફિસનું સંચાલન અજયભાઇ બોરીચા કરતાં હોવાનું અને તેમણે નાઇટ પેટ્રોલીંગ કડક બનાવવા રજૂઆત કરી હોવાનું જાણવા મળ્‍યું છે. તસ્‍વીરમાં સીસીટીવીમાં દેખાયેલો તસ્‍કર જોવા મળે છે.

પાનની કેબીનમાં ચોરીનો પ્રયાસ

અન્‍ય બનાવમાં રેસકોર્ષમાં બગીચા નજીક આવેલી પાનની કેબીનમાં ચોરીનો પ્રયાસ થતાં કેબીન ધારકે પ્ર.નગર પોલીસમાં જાણ કરી હતી.

(3:08 pm IST)