Gujarati News

Gujarati News

News of Saturday, 30th July 2022

મનપા દ્વારા હોર્ડીંગ બોર્ડ, ગેન્‍ટ્રી બોર્ડ અને કિયોસ્‍ક બોર્ડ માટે ટેન્‍ડર પ્રસિધ્‍ધ

એજન્‍સીઓ સાથે તા. ૪ ના રોજ પ્રિ-બીડ મીટીંગ : ર૪ ઓગસ્‍ટ સુધી ટેન્‍ડર ભરી શકાશે

રાજકોટ, તા. ૩૦ :  મહાનગરપાલિકા દ્વારા શહેરમાં જુદા જુદા લોકેશન પર હોર્ડીંગ બોર્ડ, ગેન્‍ટ્રી બોર્ડ અને કિયોસ્‍ક બોર્ડના માધ્‍યમથી જાહેરાત પ્રસિધ્‍ધ કરવાના રાઈટસ આપવાના કામે ટેન્‍ડર પ્રસિધ્‍ધ કરી ભાવો મંગાવવામાં આવ્‍યા છે.

જેમાં હોર્ડીંગ બોર્ડ કુલ ૧૦૪ લોકેશન ઉપર ૧૦×૨૦, ૨૦×૧૦ તથા ૩૦×૧૫ની સાઇઝ, ગેન્‍ટ્રી બોર્ડના ૩ લોકેશન ઉપર સાઇઝ રોડની પહોળાઈ મુજબ તથા  કિયોસ્‍ક બોર્ડ  ૫૬ રોડ - ૨૯૧૮ સેન્‍ટ્રલ લાઈટીંગ પોલ ઉપર ૩× ૫ ની સાઇઝ માટે મનપા દ્વારા ભાવ મંગાવાયા છે.

હોર્ડીંગ બોર્ડ અને ગેન્‍ટ્રી બોર્ડમાં ઉંચા ભાવ ભરનારને ૫ વર્ષ માટે કોન્‍ટ્રાક્‍ટ આપવામાં આવશે. કિયોસ્‍ક બોર્ડમાં ઉંચા ભાવ ભરનારને ૩ વર્ષ માટે કોન્‍ટ્રાક્‍ટ આપવામાં આવશે. મહાનગરપાલિકા દ્વારા સૌ પ્રથમ વાર મોટી સાઈઝના એટલે કે ૩૦×૧૫ ફુટના હોર્ડીંગ બોર્ડ માટે સાઈટ ફાળવવામાં આવનાર છે. આમ્રપાલી બ્રિજ સાઈટ માટે પણ જાહેરાતના રાઈટસ આપવામાં આવનાર છે. આ અંગે એજન્‍સીઓ સાથેની પ્રિ-બીડ મીટીંગ તા.૪ ના રોજ યોજાશે. ઓન-લાઈન ટેન્‍ડર ભરવાની છેલ્લી તારીખ ૨૪  રાખવામાં આવેલ છે.

(3:43 pm IST)