Gujarati News

Gujarati News

News of Saturday, 30th July 2022

સ્‍ટેટ સ્‍વીમીંગ - ડાઇવીંગ - વોટર પોલો એકવેટીક સ્‍પર્ધા માટે સોમવારે રાજકોટ ટીમનું સીલેકશન

રાજકોટ તા. ૩૦ : અમદાવાદ ખાતે આગામી તા. ૬ અને ૭ ઓગષ્‍ટના ગુજરાત સ્‍ટેટ એકવેટીક એસોસીએશન દ્વારા રાજય કક્ષા સીનીયર સ્‍વીમીંગ-વાઇવીંગ-વોટર પોલો એકવેટીક સ્‍પર્ધાનું આયોજન કરાયુ છે.

આ સ્‍પર્ધા માટે રાજકોટ ટીમનું સીલેકશન કરવાનું હોય રસ ધરાવતા ખેલાડીઓએ ડો. ડાયાભાઇ ઉકાણી સ્‍વીમીંગ પૂલ, ૧૫૦ ફુટ મેઇન રોડ, બાલાજી હોલ પાસે, ધોળકીયા સ્‍કુલની સામે, પ્રકાશભાઇ કલોલાને તેમજ નિલેશભાઇ રાજયગુરૂ મો.૭૫૫૭૫ ૬૧૧૧૧ ને તા. ૧ ના સોમવારે સાંજે ૬ વાગ્‍યા સુધીમાં વર્ષ ૨૦૨૨-૨૩ ના એસએફઆઇ વેલીડ યુઆઇડી નંબર સાથે એન્‍ટ્રી નોંધાવી દેવા રાજકોટ ડીસ્‍ટ્રીકટ સ્‍વીમીંગ એસો.ના સેક્રેટરી બંકીમ જોષી (મો.૯૪૨૮૨ ૬૬૨૯૬) ની યાદીમાં જણાવાયુ છે.

(3:01 pm IST)